<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

વોર્ડ નં.૦૧માં રૂ.૭૭.૪૦ લાખના વિકાસ કામો મંજુર

 રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૧માં રૈયાધાર મેઇન રોડથી બંસીધર પાર્ક-ર સુધીના વિસ્‍તારમાં રૂ. ૫૩.૯૩ લાખના ખર્ચે ૯૦૦એમએમ ડાયા. સ્‍ટોર્મ વોટર પાઇપ લાઇન નાંખવાનું કામ, તથા (૨) રૂ. ૨૩.૪૭ લાખના ખર્ચે જુદા-જુદા અનામત પ્‍લોટની ફરતે ચાંપણીયાની  દિવાલ બનાવવાનું કામ, આમ વોર્ડ નં.૦૧માં કુલ મળી રૂ. ૭૭.૪૦ લાખના વિવિધ વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ ધારાસભ્‍યશ્રી તથા વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, કોર્પોરેટરશ્રીઓ ડો.અલ્‍પેશભાઇ મોરજરીયા, હિરેનભાઇ ખીમાણીયા તથા દુર્ગાબા જાડેજા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

 

(3:39 PM IST)