તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
વોર્ડ નં.૧૮માં કોઠારીયા ગામતળ સ્મશાન પાસે રીટેઈનીંગ વોલ બનાવાશે

રાજકોટ :મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં કુલ રૂા.૭.૭૭ કરોડના ખર્ચે કોઠારીયા ગામતળ સ્મશાન પાસે રીટેઈનીંગ વોલ બનાવવાનું તથા આનુષંગિક સિવિલ કામ, આ કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, ભારતીબેન પરસાણા તથા દક્ષાબેન વાઘેલા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:38 PM IST)










