તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
વોર્ડ નં.૧૦માં પેટા વોર્ડ ઓફીસ બનાવાશેઃ ૧૭.૦૮ લાખ મંજુર

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૦માં રૂા.૧૭.૦૮ લાખના ખર્ચે ટી.પી.સ્કીમ નં.-ર (નાનામવા), અંતિમખંડ નં.-૫૨૬, જે.કે.ચોક પાસે પેટા વોર્ડ ઓફિસ બનાવવાનું કામ, શિવસંગમ સોસાયટી, નંદનવન સોસાયટી, શિલ્પન રેવા વિસ્તારમાં રૂા.૨૭.૬૩ લાખના ખર્ચે ટી.પી. રોડપર રસ્તાનાં સાઇડ સોલ્ડરમાં ‘જનભાગીદારી યોજના' હેઠળ પેવીંગ બ્લોક નાંખવાનું કામ, આજરોજ આમ વોર્ડ નં.૧૦માં કુલ મળી રૂા.૪૪.૭૧ લાખના વિવિધ વિકાસ કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ શાસકપક્ષ નેતા તથા વોર્ડ નં.૧૦ના કોર્પોરેટરો ચેતનભાઇ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, ડો.રાજેશ્રીબેન ડોડીયા તેમજ જ્યોત્સનાબેન ટીલાળા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(3:37 PM IST)










