તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
એકટીવ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે ‘‘કબ કે બીછડે હુએ'' શીર્ષકતળે કરાઓકે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ

રાજકોટઃ તા.ર૦, એકટીવ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે તા. ર૧ ના શનિવારે ‘‘કબ કે બીછડે હુએ હમ આજ કહા આ કે મિલે'' શીર્ષક હેઠળ કરાઓકે પર મ્યુઝિકલ ગીત સંગીતનો કાર્યક્રમ યોજેલ છે.
સદાબહાર ગીતોમાં ગાયક કલાકારો આર્ટીસ્ટ એન્ડ સિંગર ચંદ્રેશ ફિચડીયા, યોગભાઇ પંડયા, પ્રકાશભાઇ નથવાણી, અનિલભાઇ માવડીયા, મહેશભાઇ આડેસરા, ઇતુભાઇ સવાણી, જયેશભાઇ જોશી, નરેન્દ્રભાઇ ખખ્ખર, માનવેદ્રસિંહ ઝાલા, નલીનભાઇ આહ્યા, નિલેશભાઇ મહેતા, નયનભાઇ વ્યાસ, શાહિસ્તા લાકડાવાળા, એન્કર રિનાબેન પરમાર, નિતા ડાંગર, વિધી મહેતા, મનિષાબેન પરમાર, નિશા ભટી, વૈશાલી ઠકકર, કામીનીબેન રાણપરા, હિના મોકરીયા, અમીબેન વોરા, પલ્લવી ગોહેલ, અમિબેન રૂપારેલિયા, સોનલબેન બોસમિયા, સંજીવભાઇ વોરા, જયેશભાઇ પોપટ, નિલેશભાઇ ચાંદ્રાણી, સંજયભાઇ પારેખ, અતુલભાઇ કાલરિયા, લેપટોપ ઓપરેટર કમલેશભાઇ ભારદીયા, સાઉન્ડ સિટમ એ.આર. સાઉન્ડ આશિષ રાઠોડ દ્વારા ગાયક કલાકાર ગીતો રજૂ કરવામાં આવશે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જયેશભાઇ ઉપાધ્યાય બોલબાલા ટ્રસ્ટ, સુરેશભાઇ મારૂ આર.ટી.એ .એસ.એ., પી.વી. જાડેજા, (ડીવાય.એસ.પી.) પોલીસ અધિકારી જીજ્ઞેશભાઇ વાગડીયા, પ્રમુખ સોની યુવા સોશિયલ ટ્રસ્ટ, કિશોરભાઇ ફિચડીયા(રાધે આર્ટ), હિમાંશુભાઇ પારેખ (અંકિત ગોલ્ડ), ધનશ્યામ રાવલ સુર મંદિર ગ્રુપ, એચ.પી. પટેલ તથા એન્જોય ગ્રુપના તમામ સભ્યો ફાલતુ ગ્રુપનાં સભ્યો ઓલ કોરાઓકે ગ્રુપા તમામ મેમ્બર ઉપસ્થિત રહેશે.
કાલે તા.ર૧ ના શનિવાર રાત્રે ૮ થી ૧ વાગ્યા સુધી હેમુગઢવી હોલ મીની ઓડિટોરિયમ, ટાગોર રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવેલ છે. દરેક સંગીતપ્રેમીઓને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે ચંદ્રેશભાઇ ફિચડીયાઘ મો. ૯૯૨૪૦ ૭૬૯૧૭ નો સંપર્ક કરવા જણાવેલ છે.
તસ્વીરમાં ચંદ્રેશભાઇ ફિચડીયા, પ્રકાશભાઇ નથવાણી, હિરેનભાઇ ઠકકર, વૈશાલીબેન ઠકકર, નયનાબેન વ્યાસ, રીનાબેન પરમાર ‘‘અકિલા '' ખાતે વિગતો વર્ણવતા નજરે પડે છે. (તસ્વીર સંદિપ બગથરીયા)
(3:18 PM IST)










