તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
સીંગતેલમાં ર૦ રૂા. તૂટયા
સરકારે ખરીદેલ મગફળી વેચતા ભાવો તૂટયાઃ હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા

રાજકોટ, તા., ૨૦ : રાજય સરકારે ખેડુતો પાસેથી ખરીદેલ મગફળી વેચવાનું શરૂ કરતા સીંગતેલના ભાવોમાં ઘટાડો થયો છે. આજે ર૦ રૂા. ઘટયા હતા.
સ્થાનીક બજારમાં સરકારે વેચલ મગફળીનો જથ્થો બજારમાં આવ્યાના અહેવાલે આજે સીંગતેલમાં ર૦ રૂા. તુટયા હતા. સીંગતેલ લુઝ ૧૦ કિ.ગ્રાના ભાવ ૧૭૦૦ રૂા. હતા તે ઘટીને ૧૬૮૦ રૂા. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૮પ૦ થી ર૯૦૦ રૂા. હતા તે ઘટીને ર૮૩૦ થી ર૮૮૦ રૂા. થયા છે. ચાલુ સપ્તાહમાં સીંગતેલમાં ૪૦ રૂા.નો ઘટાડો થયો છે અને આગામી દિવસોમાં હજુ પણ સીંગતેલના ભાવો ઘટે તેવી શકયતા હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.
(2:59 PM IST)










