તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
ગવલીવાડમાં બેફામ દોડતી કાર નીચે કચડાઇ જતાં બે વર્ષની બકરીનું મોત
બકરીના માલિક તોૈફિકભાઇએ સીસીટીવીને આધારે કારચાલકને શોધ્યાઃ સમાધાનની વાતમાં યોગ્ય પ્રત્યુતર ન મળતાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨૦: શહેરનાં મોટી ટાંકી નજીક ગવલીવાડમાં રહેતાં એક પરિવારની બે વર્ષની ઉમરની બકરી ઘર પાસે સુતી હોઇ તેને પુરઝડપે નીકળેલો કારનો ચાલક કચડીને ભાગી જતાં આ બકરીનું મોત થતાં પોલીસ ફરિયાદ દાખલ કરવાવામાં આવી છે.
આ બનાવમાં પ્ર.નગ પોલીસે ગવલીવાડ શેરી નં. ૭માં રહેતાં અને મોટી ટાંકી ચોકમાં જ ઇંડાની લારી રાખી ધંધો કરતાં તોૈફિકભાઇ સલીમભાઇ દલવાણી (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી સફેદ રંગની કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. તૌફીકભાઇએ જણાવ્યું છે કે મારી પાસે છ બકરીઓ છે, જેમાં બે નર અને ચાર માદા છે. તા. ૧૧ના સાંજે આશરે ચાર વાગ્યાના અરસામાં હું મારી રેકડી પર કામ કરી રહ્યો હતો તે સમયે પરિચિત સોનુભાઈએ ફોન દ્વારા જાણ કરી હતી કે તમારા ઘર પાસે બેઠેલી તમારી એક બકરી ઉપર કોઈ સફેદ રંગની ફોરવીલના ચાલકે તેની કાર ચડાવી દીધી છે.
ઘટનાની જાણ થતા જ તૌફીકભાઈ તાત્કાલિક પોતાના ઘર તરફ દોડ્યા હતા. રસ્તામાં તેમણે એક સફેદ કલરની કારને પૂરઝડપે પસાર થતી જોઈ હતી. ઘરે પહોંચીને જોયું તો તેની આશરે બે વર્ષની બકરી લોહીલુહાણ હાલતમાં મળત અવસ્થામાં પડી હતી. કારનું ટાયર ફરી વળવાને કારણે બકરીનું મોઢું છુંદાઇ ગયું હતું. આસપાસના વિસ્તારમાં તપાસ કરતા અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે નોવા મેડિકલ બિલ્ડિંગ પાસે એક સફેદ રંગની ફોરવીલ કાર અત્યંત બેદરકારીથી પસાર થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયુ હતુ ં કે કાર ચાલકે રસ્તા પર બેઠેલી બકરી પર ગાડી ચડાવી દીધી હતી.
પણ ફૂટેજમાં ગાડીનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી ચાલકની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. તોૈફિકભાઇએ વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે કારમાં સવાર બે વ્યક્તિઓ નજીકના મેડિકલ સ્ટોર પર દવા લેવા આવ્યા હતા. તેમને આ બાબતે પુછતાં કારમાં પ્રમુખ મેડિકલવાળા વૈરાંગભાઇ અને અન્ય એક વ્યક્તિ હતાં. જે દવા લેવા આવ્યા હતાં. આથી તેની પાસેથી મોબાઇલ નંબર લઇ તૌફીકભાઈએ જે-તે સમયે કાર ચાલક સાથે સંપર્ક કરી સમાધાન માટે વાતચીત કરી હતી. પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે ફરિયાદ દાખલ કરાવતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં એએસઆઇ આનંદભાઇ જી. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:55 PM IST)










