<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

અતુલ મોટર્સ દ્વારા ‘મારુતિ સુઝુકી ઇવીટારા'નું કાલે લોન્‍ચીંગ

પ સીટર : ૧૦ કલર : સીંગલ ચાર્જમાં ૫૩૯ કિ.મી. ચાલી શકે : રાજકોટના અયોધ્‍યા ચોક પરના શોરૂમ પર ભવ્‍ય અનાવરણ કાર્યક્રમ

 

રાજકોટ તા. ૨૦ : ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી હવે ઇલેક્‍ટ્રિક વ્‍હીકલ (ઇવી) સેગમેન્‍ટમાં ધમાકેદાર એન્‍ટ્રી કરવા જઈ રહી છે. રાજકોટના જાણીતા અને પ્રતિષ્‍ઠિત ઓટોમોબાઈલ ડિલર અતુલ મોટર્સ નેક્‍સા દ્વારા કાલે તા. ૨૧ ના રોજ મારુતિ સુઝુકીની પ્રથમ ઓલ-ઇલેક્‍ટ્રિક એસયુવી ઇવીટારાનું ભવ્‍ય અનાવરણ થવા જઇ રહ્યુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અતુલ ઓટો મોટર્સ સાથે ૨૫ વર્ષથી સંકળાયેલા હરીશભાઇ ચાંદ્રા (મો.૯૮૨૪૨ ૦૦૦૦૧)એ જણાવ્‍યુ હતુ કે મહેમાનોની ઉપસ્‍થિતિમાં કાલે તા. ૨૧ના સાંજે ૬ વાગ્‍યે અતુલ મોટર્સ નેકશા શોરૂમ, ૧૫૦ ફુટ રીંગ રોડ, ધ વન વર્લ્‍ડ સામે, અયોધ્‍યા ચોક રાજકોટ ખાતે આ લોન્‍ચીંગ સમારોહ યોજેલ છે.

‘ઇવીટારા' એ માત્ર એક કાર નથી, પરંતુ ટેકનોલોજી અને પર્યાવરણ પ્રેમીઓ માટે એક નવો વિકલ્‍પ છે. ‘વિટનેસ ધ ડોન ઓફ એ ન્‍યૂ ઇલેક્‍ટ્રિક એસયુવી'ના સ્‍લોગન સાથે અતુલ મોટર્સ નેક્‍સા આ અદભૂત કારને લોન્‍ચ કરવા જઈ રહ્યું છે. આ ઇવેન્‍ટમાં કારની રેન્‍જ, બેટરી કેપેસિટી અને પ્રીમિયમ ફીચર્સ વિશે વિસ્‍તળત માહિતી આપવામાં આવશે.

જેમ કે આ કાર સીંગલ ચાર્જમાં ૫૩૯ કિ.મી. સુધી ચાલી શકે છે.  પ સીટર આ કાર ૧૦ કલરમાં ઉપલબ્‍ધ છે. શરૂઆતના ૧૦ હજાર કિ.મી. સુધી મારૂતી ઓથોરાઇઝડના ડીલરશીપ ઉપર ચાર્જીંગ સુવિધા વિનામુલ્‍યે અપાશે. તેમજ ૩૧ માર્ચ સુધી પર્ચેજ કરનારને રૂ.૫૦ હજારના મુલ્‍યનું હોમ ચાર્જર ફ્રી અપાશે. બેટરી વોરંગી પીરીયડ ૮ વર્ષનો હોય છે. લોએસ્‍ટ કહી શકાય તેવી રૂ.૧૦,૯૯,૦૦૦ ની કિંમતથી શરૂઆત થાય છે. જે સૌને પરવડી શકે. તેમ તેઓએ જણાવ્‍યુ હતુ.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ મારૂતી ઇવીટારાની ખાસીયતો વર્ણવતા અતુલ મોટર્સના શ્રી હરીશભાઇ ચાંદ્રા (મો.૯૮૨૪૨ ૦૦૦૦૧) અને બાજુમાં મોહીતભાઇ નથવાણી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:36 PM IST)