<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

રવિવારે ધર્મેશ્વર મહાદેવ મંદિરે હિન્‍દુ સંમેલન

શાસ્ત્રી જનકભાઇ મહેતા, બ્રહ્મા કુમારી રાજયોગીની અંજુબેન વિ. માર્ગદર્શન આપશે

 

રાજકોટ : પરમ પવિત્ર ભારતભૂમિની સનાતન સંસ્‍કળતિ અને હિન્‍દુ ધર્મને નવી ઉર્જા તથા ચેતના પ્રદાન કરવાના ઉમદા હેતુ સાથે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગાંધીગ્રામ  સામે, ધર્મનગર સોસાયટીમાં આવેલ શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર આગામી રવિવારે એક ભવ્‍ય ‘હિન્‍દુ સંમેલન'નું આયોજન કરવામાં આવ્‍યું છે.

ધર્મેશ્વર મહાદેવ મંદિર (ધર્મનગર સોસાયટી, ૧૫૦ ફૂટ રિંગ રોડ) ખાતે આયોજિત આ સંમેલન તા. ૨૨, રવિવારના રોજ રાત્રે ૮ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં આધ્‍યાત્‍મિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી પ્રેરણાદાયી ઉદબોધન આપશે.

કાર્યક્રમમાં શાષાીશ્રી જનકભાઈ મહેતા (ભાગવતાચાર્ય), બ્રહ્માકુમારી રાજયોગીની અંજુબેન, નરેન્‍દ્રભાઈ ઝીબા (ફૂલછાબ) અને ડો. જીતેન્‍દ્ર અમલાણી  (યુરોલોજીસ્‍ટ અને મહાનગર સંઘચાલકજી, આર.એસ.એસ.) શ્રોતાઓને ધર્મ અને સંસ્‍કળતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે.

સંમેલનની શરૂઆત દીપ પ્રાગટયથી થશે, ત્‍યારબાદ કાર્યક્રમની પૂર્વભૂમિકા અને મનમોહક સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. અંતમાં વક્‍તાઓનું માર્ગદર્શન અને સંતોના આશીર્વચન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

આ હિન્‍દુ સંમેલનને સફળ બનાવવા માટે આયોજક સમિતિ વતી શ્રી મોહનભાઈ ગઢવી (મો. ૮૭૮૦૭ ૧૪૦૩૫), અશ્વિનભાઇ હજરનીશ, રમેશભાઇ ચોૈહાણ, મુકેશભાઇ જોષી, સુરેશભાઇ પંડયા, અશોકસિંહ જાડેજા, દિપકભાઇ ભટ્ટ, ગિરિશભાઇ મહેતા, જેન્‍તીભાઇ પરમાર, હેમંતભાઇ પીઠડીયા, કિરીટભાઇ વ્‍યાસ, દિનેશભાઇ રાડીયા, વી.વી. વ્‍યાસ તથા અન્‍ય કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. ધર્મપ્રેમી જનતાને સહપરિવાર આ સંમેલનમાં  નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

તસ્‍વીરમાં શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ મોહનભાઇ ગઢવી અને હેમંતભાઇ પીઠડીયા નજરે પડે છે.(તસ્‍વીર : અભિજીત બગથરીયા)(૪૧.૮)

(2:21 PM IST)