<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

૪૩.૮૩ કરોડના ખર્ચે પેડક રોડની કાયાપલટ થશે

સાચા અર્થમાં સામાકાંઠે ‘‘ગૌરવપથ'' બનાવવા તંત્ર વાહકોએ કમરકસી : કાલે સ્‍ટેન્‍ડીંગ : ૬૭ દરખાસ્‍ત : ર૦ કિ.મી. લંબાઇ તથા બંને બાજુના પ.પ થી ૬ મીટર કેરેઝમાં , ૧ર૬૦૦ ચો.મી. ફૂટપાથ, આધુનિક બાકડા, લાઇટીંગની સુવિધા સાથે નવો બનશે : વોર્ડ નં. ૧૮માં રાજકમલ ફાટકથી નેશનલ હાઇવે સુધી ૧ર મીટર ટી.પી. રોડ ૧૦.૦૯ કરોડના ખર્ચે બનાવવા, આજી નદી પર બેડીપરાનો બેઠો પુલ પર.૬૦ લાખના ખર્ચે બનાવવા, ૧૧ નવી એ.સી. તથા નોન એ.સી. એમ્‍બ્‍યુલન્‍સ ખરીદવા, ૯ વિભાગ અધિકારીઓના પગાર વધારવા સહિતની દરખાસ્‍તો અંગે નિર્ણય કરાશે

 

રાજકોટ, તા. ૧૯ :  સૌરાષ્‍ટ્રના પાટનગર સમા રાજકોટ હવે સ્‍માર્ટ સીટી બની રહ્યું છે. દિવસેને દિવસે પ્રોજેકટ આકાર લઇ રહ્યા છે ત્‍યારે સામાકાંઠાના હાર્દ સમા પેડક રોડ સાચા અર્થમાં ગૌરવ પથ ૪૩.૮૩ કરોડના ખર્ચે બનાવવા, વોર્ડ નં. ૧૮માં રાજકમલ ફાટકથી નેશનલ હાઇવે સુધી ૧ર મીટર ટી.પી. રોડને ડીઝાઇન રોડ તરીકે ડેવલપ કરવા ફાયર શાખા માટે ૬ નોન એ.સી. તથા પ એ.સી. એમ્‍બ્‍યુલન્‍સ ખરીદવા, વોર્ડ નં. ૪માં આજી નદી ઉપર પર.૬૦ લાખના ખર્ચે  બેઠુનાલુ બનાવવા સહિતની ૬૭ દરખાસ્‍તો અંગે આવતીકાલે મળનાર સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.

મ્‍યુનિ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કમિટી બેઠક આવતીકાલે તા. ર૦ ના શુક્રવારે ૧ર વાગ્‍યે મનપાના સેન્‍ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડીંગ કમિટી કોન્‍ફરન્‍સ રૂમમાં બપોરે ૧ર વાગ્‍યે સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં યોજાશે. જેમાં વિવિધ વિકાસ કામોની ૬૭ દરખાસ્‍તો અંગે નિર્ણય થશે. જેની વિગતો આ મુજબ છે.

નવી ૧૧ એમ્‍બ્‍યુલન્‍સની ખરીદી કરવા

મનપા દ્વારા વસ્‍તી વધવાની સાથે માંગમા વધારો થતાં નવી ૧૧ એમ્‍બ્‍યુલન્‍સ ખરીદવા માટેનો નિર્ણય લઈ ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ કરી દરખાસ્‍ત સ્‍ટેન્‍ડીંગમાં રજૂ કરવામાં આવી છે. જેમાં છ નગ નોન એસી કિ.રૂા.૧૬,૫૦,૦૦૦ તેમજ પાંચ નંગ એ.સી. કિ.રૂા.૧૮,૫૦,૦૦૦ સહિત ૧૧ એમ્‍બ્‍યુલન્‍સ ખરીદવામાં આવશે. જેનો કુલ ખર્ચ રૂા.૧.૮૫ કરોડ થશે. આ ભાવ ઓટો ક્‍ન્‍સલ્‍ટન્‍ટના મુદદ્દે નક્કી કરવામાં આવ્‍યા છે.

પેડક રોડ ૩૧.૪૮ના બદલે ૪૩.૮૩ કરોડના ખર્ચે ગૌરવપથ બનશે

મનપા દ્વારા શહેરના રાજપથ માર્ગો અને ગૌરવપથ માર્ગોમાં વધારો કરવા માટે અગાઉ વોર્ડ નં.૫માં આવેલ પેડક રોડને ગૌરવપથ તરીકે ડેવલોપ કરવાનો નિર્ણય લીધો હતો ત્‍યારબાદ ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ પરંતુ બે બે વખત ટેન્‍ડર ભરવા છતાં એક પણ એજન્‍સીએ હાથ ન જાલના રિ-ટેન્‍ડર બાદ બેકબોન ક્‍ધસ્‍ટ્રકશન પ્રા.લી.અને પેલીકન ઈન્‍ફાપ્રોજેકટ એમ બે કંપનીએ ટેન્‍ડર ભરેલ જે પૈકી બેકબોન ક્‍ન્‍સ્‍ટ્રકશન પ્રા.લી. સાથે ૧૮ ટકા વધુ ભાવથી સહમતી સાધી એલ-૧ જાહેર કરેલ અને હવે રૂા.૪૩.૮૩ કરોડના ખર્ચે ગૌરવપથનું કામ આપવામાં આવશે.

આજી નદી પર બેડીપરાનો નવો પુલ બનશે

વોર્ડ નં.૪માં આજી નદી પર કેશરી પુલની નીચે જમણી બાજુએ બેડીપરાનો બેઠુ નાલુ છે તેની જગ્‍યાએ નવો ઉંચો પુલ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ રૂા.૩૩.૬૧ લાખ એસ્‍ટીમેન્‍ટની સામે ૩૨ ટકા ઓનથી ભાવ આવતાં નાછુટકે આ પુલનું કામ રૂા.૫૨.૬૦ લાખમાં આપવાનો નિર્ણય લઈ સ્‍ટેન્‍ડીંગ કમીટીની બેઠકમાં દરખાસ્‍ત રજુ કરવામાં આવી છે.

૯ વિભાગના ૭પ અધિકારીઓના પગાર વધારો કરવા નિર્ણય

મહાનગરપાલિકામાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતાં કુલ ૭૫ અધિકારીઓ અને કર્મચારીઓના પગાર સુધારા અંગેની દરખાસ્‍ત ગત સ્‍ટેન્‍ડીંગમાં પેન્‍ડીંગ રાખવામાં આવેલ જેનો અભ્‍યાસ કર્યા બાદ ફરી વખત દરખાસ્‍ત રજુ કરવામાં આવી છે. જેમાં ચીફ ફાયર ઓફિસર, ઝુ સુપ્રીટેન્‍ડેન્‍ટ, ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર, લેબર ઓફિસર, લો ઓફિસર, સેનિટેશન ઓફિસર ૬, સેનેટરી ઈન્‍સ્‍પેકટર ૩૭, સુપ્રીન્‍ટેન્‍ડન્‍ટ જન્‍મ મરણ વિભાગ ૩ અને સફાઈ સુપરવાઈઝર ૨૩ સહિત ૭૫ કર્મચારીઓનો પગાર વધારો સંભવતઃ કાલની સ્‍ટેન્‍ડીંગમાં મંજુર કરવામાં આવશે.

આ ઉપરાંત આવતી કાલે મળનાર સ્‍ટેન્‍ડિંગ કમીટી બેઠકમાં અમુલ સર્કલ પાસે આવેલા ઢોર ડબ્‍બામાંથી નવી ઓફીસ તથા રીપેરીંગ અને રી-ડેવલોપમેન્‍ટ કરવા, વોર્ડ નં. ૧૦ માં પેટા વોર્ડ ઓફીસ બનાવવા, વોર્ડ નં. ૧૧ માં નાનામવા રોડ પર સેન્‍ટ્રલલાઇનમાં ડિવાઇડર નાંખવા, વિવિધ કાર્યક્રમોમાં ખર્ચ ચુકવવા, આરોગ્‍ય શાખાના મેલેરીયા વિભાગના ઉપયોગ માટે ૪ નવા વ્‍હીકલ માઉન્‍ટેન ફોઝીંગ મશીન ખરીદવા, ફાયર શાખા માટે પાંચ વોટર બ્રાઉઝર ખરીદવા, વોર્ડ નં. ૧૦ માં નવી વોર્ડ ઓફીસ નાનામવા રોડ પર મહાત્‍માં ગાંધી સ્‍કુલ પાછળ રપ.૪૩ કરોડના ખર્ચે બનાવવા, વોર્ડ નં. ૧ ના વિવિધ વિસ્‍તારમાં ૯૦૦ એમ.એમ. ડાયામીટરની સ્‍ટોર્મ વોટર લાઇન નાંખવા, વોર્ડ નં. ૧પ માં વિવિધ વિસ્‍તારમાં પેવિંગ બ્‍લોક નાંખવા સહિતની દરખાસ્‍તો અંગે નિર્ણય થશે.(૬.૧૪)

અમીન માર્ગ સહિત ૭ પૈકી ૧ પ્‍લોટ વેચાયેલ તેમાં પણ કાનુની વિવાદઃ વેચાણ અંગેના નિર્ણયનો કાલે ફેંસલો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તળીયા ઝાટક તિજોરી ભરવા ૭ પ્‍લોટ હરરાજીથી વેચવાનો નિર્ણય લીધો હતો. તારીખ અને સમય નક્કી થયા બાદ બે પ્‍લોટમાં કાનૂની વિવાદ ઉભો થતાં એસ્‍ટેટ વિભાગે ગત માસે અમીન માર્ગ ૧૫૦ ફુટ રીંગ રોડના કોર્નરના પ્‍લોટની હરરાજી કરી હતી. પરંતુ તેમાં પણ વિઘ્‍ન આવ્‍યું હોવાનું જાણવા મળેલ છે છતાં હરરાજીમાં બાકી રહી ગયેલ સવન સિગ્નેટની સામે રૈયા રોડ રાજકોટ. અમીન માર્ગ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ, મહાત્‍મા ગાંધી ટાઉનશીપની પાછમ, ફિલ્‍ડ માર્શલ રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ, કલ્‍યાણામ પાર્ટી પ્‍લોટની સામે, એચ.સી.જી.હોસ્‍પિટલ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ, પંચવટી સોસા.ની પાસે, એચ.પી.પેટ્રોલ પંપની સામે, રાજકોટ, પુનમ હોલની સામે રાજકોટ મોરબી રોડ, ભકિત પાર્ક સોસાયટીની સામે, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર વિસ્‍તાર, રાજકોટ સહિતના પ્‍લોટની હરરાજી માટે દરખાસ્‍ત રજુ કરવામાં આવી છે.(૪.૧૩)

રાજકમલ ફાટકથી નેશનલ હાઇવે સુધીના રસ્‍તાને ડીઝાઇન રોડ તરીકે ડેવલપ કરાશે

તંત્ર દ્વારા ૧.૧૦ કરોડના કામને બહાલી આપવા સ્‍ટેન્‍ડીંગમાં દરખાસ્‍ત

રાજકોટ, તા.૧૯:મહાનગરપાલિકાના વોર્ડનં. ૧૮ માં રાજકમલ ફાટકથી નેશનલ હાઇવે સુધી ૧૨ મીટર ટી.પી. રોડને ડીઝાઈન રોડ તરીકે ડેવેલપ કરવાના કામે જી.એસ.ટી. સહીત કુલ રૂા.૧,૦૨,કરોડ નું એસ્‍ટીમેટ મંજુર કરવામાં આવેલ  છે. આકામે આશરે ૪૭૬૭.૦૦ ચોરસ મીટરમાં ટીપી રોડને ડીઝાઇન કરી પેવર કરવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. સદરહું કામે રૂા. ૮૭,૦૩, GSTસિવાયની રકમ માટે ટેન્‍ડર પ્રક્રિયા કરવામાં આવેલ.

આ કામે  જાહેરાત પ્રસિધ્‍ધ થતા સમય મયાદામાં નીચે મુજબના એક બિલ્‍ઠર દ્વારા એક (૧) પવન કન્‍સ્‍ટ્રકશન કુલ ૭.૨૦% વધુ આવતા   ઉક્‍ત વિગતે બિડર પવન કન્‍સ્‍ટ્રકશન કુદ્વારા ૭.૨૦ ્રુ વધુ ભાવ રજુ કરવામાં આવેલ. જે ભાવ તા.૧૦/૧૨/૨૦૨૫ ના રોજ ટેન્‍ડર મૂલ્‍યાંકન સમિતિ સમક્ષ રજુ થતા રજુ થયેલ ભાવ ટેન્‍ડર મૂલ્‍યાંકન સમિતિનાં અભિઙ્ઘાય અનુસાર વ્‍યાજબી અને મંજુર કરવાપાત્ર હોય, જે મંજુર કરવામાં આવેલ છે.

એકંદરે રૂા.૯૩,૩૦,૧૫૭.૦૦  તથા પ્રવર્તમાન ૧૮.૦૦% જી.એસ.ટી. મુજબ રૂા.૧૬,૭૯,૪૨૮.૦૦ મળી કુલ રૂા.૧.૧૦,૦૯,૫૮૫.૦૦  નું ખર્ચ થશે. આ કામ પ્રવર્તમાન જી.એસ.ટી. ૧૮.૦૦ %મુજબ લીધેલ છે. જેમાં ભવિષ્‍યનાં ફેરફાર મુજબ ચુકવણું કરવાનું થશે.

(3:17 PM IST)