<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

રવિવારે સોરઠીયા રજપૂત સમાજના જાજરમાન સમુહલગ્ન : ૭ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

કરિયાવરમાં ૧પ૦થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે : વૃક્ષારોપણ, સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે રકતદાન કેમ્‍પ : વ્‍યસન મુક્‍તિનો સંદેશ પ્રસરાવાશે

રાજકોટ : પ્રાતઃ સ્‍મરણીય પૂ. દેશળબાપુ, વિરલવિભૂતિ પૂ. સંપૂર્ણાનંદજી બાપુ તથા મહામુક્‍તરાજ સંત પૂ. દેવુભગતના આશીર્વાદ અને પ્રેરણા તથા વિવિધ દાતાઓના સહકારથી સર્વશ્રી વજુભાઇ વાળા, શંકરસિંહ વાઘેલા સહિત તેમજ સમાજ અગ્રણીઓની વિશેષ ઉપસ્‍થિતિમાં સંપૂર્ણાનંદજી રજપૂત ફાઉન્‍ડેશન પ્રેરીત સોરઠીયા રજપૂત યુવા શક્‍તિ ગૃપ તથા સોરઠીયા રજપૂત વિમેન્‍સ ફેડરેશન આયોજીત ક્ષત્રિય સોરઠીયા રજપૂત સમાજની ૭ દિકરીઓનો જાજરમાન સમૂહ લગ્નોત્‍સવ આગામી તા. રર ને રવિવારના રોજ સવારે ૭ થી બપોરના ર દરમ્‍યાન સાધુ વાસવાણી કુજં રોડ, આસ્‍થા ચોકથી આગળ, શિવમ પાર્ક, શેરી નં. ર ની સામે, રેલનગર, રાજકોટ ખાતે યોજાનાર છે. આ પ્રસંગે સાત દિકરીઓ વૃક્ષારોપણ કરશે. સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે રક્‍તદાન કેમ્‍પનું પણ આયોજન થયું છે. ઉત્‍સવ દરમ્‍યાન વ્‍યસનમુક્‍તિનો સંદેશ આપવામાં આવશે.

આ સમુહ લગ્નોત્‍સવ અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત સમાજના પ્રમુખ વિજયભાઇ ચૌહાણ, સોરઠીયા રજપૂત સમાજ, રાજકોટના પ્રમુખ કાર્તિક ચૌહાણ, અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત યુવા શક્‍તિ ગૃપના પ્રમુખ મુકુન્‍દભાઇ રાઠોડ, સોરઠીયા રજપૂત યુવા શક્‍તિ ગૃપના પ્રમુખ વી.ડી. ડાભી, સમૂહ લગન સમિતિ અધ્‍યક્ષ નીલેશ સોલંકી અને પ્રમુખ પદ્માબેન ડોડીયાની આગેવાનીમાં વિવિધ કાર્યકર્તા ભાઇ-બહેનોની ટીમ જહેમત ઉઠાવી રહેલ છે.

આ સમૂહ લગ્નોત્‍સવ સમિતિના માર્ગદર્શક તરીકે અશોકભાઇ કેશોર, કિશોરભાઇ રાઠોડ, પંકજભાઇ પઢીયાર, પ્રવીણભાઇ સોલંકી, પ્રવીણભાઇ પરમાર, હરનેશભાઇ સોલંકી, અશોકભાઇ ખેર, પ્રવિણભાઇ ચૌહાણ, અરવિંદભાઇ ચૌહાણ, હકાભાઇ ચૌેહાણ, અનિલભાઇ બારડ, અશોકભાઇ રાઠોડ, મુકેશભાઇ ચૌહાણ, પ્રતાપભાઇ ખેર, હરેશભાઇ રાઠોડ, કિશોરભાઇ ડોડીયા, ઉમેશભાઇ રાવ, નવનીતભાઇ પરમાર, દેવાંગ ડોડીયા, વિમલ હાડા, ભાવેશ વાઘેલા, નિરજ ભટ્ટી, અતુલ રાઠોડ, અજય પરમાર, અભય ચૌહાણ, ચિરાગ પરમાર, ધ્‍યેય સોલંકી, મુકેશ મકવાણા, શૈલેષ ચૌહાણ, મીલન રાઠોડ, હર્ષદ સરવૈયા, મુકેશ ચાવડા, દેવેન્‍દ્રભાઇ વાજા, નીલેશભાઇ વાજા, સિદ્ધાર્થ ચૌહાણ, ધવલ ચૌહાણ, અનિલ ચૌહાણ, પ્રકાશ સોઢા, સત્‍યજીત પરમાર, લાલજી હાડા, દિશાન્‍ત ગોહેલ, નિલેશ સોઢા, મહાવીર ચૌહાણ, રૂષભ હાડા, દિપકભાઇ પરમાર, પ્રદિપભાઇ ચૌહાણ, મહાવીરસિંહ ચૌહાણ, નયન ગોહેલ, જયેશ ડાયમા, ગીરીરાજસિંહ પરમાર, કિશન ચૌહાણ, મોહિત મકવાણા, નિરલ ચૌહાણ, પ્રદ્યુમનસિંહ પરમાર, દિવ્‍યેશ પરમાર, દિપકભાઇ ચાવડા, હિતેશ ડોડીયા, કાર્તિક પરમાર, મુકુન્‍દભાઇ ચાવડા, અલ્‍પેશભાઇ પરમાર, તુષાર રાવ, પરિતોષ ચૌહાણ, રાજ કબર તથા મહીલા આગેવાનોમાં જયોત્‍સનાબેન વી. ચૌહાણ, પદ્માબેન ડોડીયા, નીરૂબેન રાઠોડ, હીનાબેન ગોહીલ, મીતાબેન ડોડીયા, નીમીષાબેન રાઠોડ, કમળાબેન ભટ્ટી, ઇલાબેન ખેર, સરલાબેન જાદવ, ગંગાબેન ચૌહાણ, નયનાબેન રાઠોડ, અંજનાબેન સોલંકી, કવિતાબેન ખેર, રજનીબેન રાઠોડ, દીપાબેન ચાવડા, હેતલબેન ડોડીયા, મનીષાબેન ગોહેલ, મંજુબેન ભટ્ટી, દક્ષાબેન સોલંકી, મનીષાબેન પઢીયાર, હર્ષાબેન ચોહાણ, ખ્‍યાતીબેન ચૌહાણ, હિનાબેન ડોડીયા, ગીતાબેન ચૌહાણ, ગીતાબેન મારૂ, કિરણબેન હાડા, નિશાબેન પઢિયાર, પૂજાબેન સોલંકી, ખુશીબેન મકવાણા, શીલાબેન મકવાણા તો સમૂહ લગ્નોત્‍સવ એડવોકેટ પેનલમાં પ્રતાપભાઇ ચૌહાણ, આકાશભાઇ ચૌહાણ, રાજેશભાઇ દલ, શ્‍યામલભાઇ રાઠોડ, અભય ચૌહાણ, અંજુબેન ચૌહાણ તેમજ કાર્યાલય મંત્રી તરીકે હસુભાઇ મકવાણા, છાશ - પાણીની સેવા દેશળ ભગત યુવા ગૃપ કોઠારીયા મેઇન રોડ, રાજકોટ તથા ચા - પાણીની સેવા રાજભાઇ સોઢા, સત્‍યજીત પરમારની રહેશે. એનાઉન્‍સર તરીકે કિશોર ડોડીયા, પ્રવીણભાઇ ચૌહાણ અને રજનીબેન રાઠોડ સેવા આપશે. તેમ અખબારી યાદીમાં જણવાયું છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:35 PM IST)