<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ગુડ ટાઇમ્‍સ ફાઉન્‍ડેશન દ્વારા ‘કરૂણા કુંભ-૨૦૨૬'

નિરવભાઇ ભાખરની સાતમી પુણ્‍યતિથિ નિમિતે સેવાના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમો : રવિવારે મહારક્‍તદાન કેમ્‍પ, રાહત દરે ચોપડા વિતરણ, સર્વરોગ નિદાન કેમ્‍પ, ફ્રી થેલેસેમીયા ટેસ્‍ટ, અંગદાન જાગૃતિ કેમ્‍પ : સોમવારે પાણીના પરબનું અનાવરણ, જીવદયા પ્રવૃતિઓ, બટુકભોજન, ધુન ભજનનો કાર્યક્રમ

રાજકોટ : શહેરની સામાજિક સંસ્‍થા ગુડ ટાઇમ્‍સ ફાઉન્‍ડેશન દ્વારા સ્‍વ. નિરવભાઇ ભાખરની સાતમી વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે સેવાના ત્રિવેણી સંગમ સમાન ‘કરુણા કુંભ - ૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્‍યું છે. ‘‘રક્‍તદાનથી અંગદાન સુધી, અને શિક્ષણથી સ્‍વાસ્‍થ્‍ય સુધી''ના ઉમદા મંત્ર સાથે આગામી રવિવારે વિવિધ લોકકલ્‍યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

તા.૨૨ના રવિવારે મહા રક્‍તદાન કેમ્‍પ : સવારે ૯થી સાંજે ૬ વાગ્‍યા સુધી, રાહત દરે ચોપડા વિતરણ : વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફૂલસ્‍કેપ ચોપડાઓનું વિતરણ ૧૦ ચોપડાનો સેટ રૂા. ૩૫૦માં અપાશે. સર્વરોગ નિદાન કેમ્‍પ : સવારે ૯થી બપોરે ૧ વાગ્‍યા સુધી, ફ્રી થેલેસેમિયા ટેસ્‍ટ : થેલેસેમિયા જાગૃતિ માટે વિનામૂલ્‍યે ટેસ્‍ટ કરી આપવામાં આવશે. અંગદાન જાગૃતિ કેમ્‍પ : અંગદાનનું મહત્‍વ સમજાવવા માટે ખાસ માર્ગદર્શન કેન્‍દ્ર કાર્યરત રહેશે. જેમાં સંસ્‍થાના ૨૦ સભ્‍યો પોતાના નામ રજીસ્‍ટર કરાશે.

જ્‍યારે તા.૨૩ના સોમવારે પાણીના પરબનું અનાવરણ, અલગ અલગ રા.મ્‍યુ.કોર્પો. શાળાઓ તથા શહેરી સ્‍લમ વિસ્‍તારમાં બટુક ભોજન, અલગ અલગ ૨૧ ગોૈશાળાઓમાં ગાયોને ઘાસચારો,  અલગ અલગ ૨૧ જગ્‍યાઓ પર પક્ષીઓને ચણ, રંગીલા હનુમાનજી ધૂન મંડળના સથવારે સાંજે ૮:૩૦ કલાકે ધૂન-ભજનનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમની મુખ્‍ય વિગતો : તારીખ : ૨૨ ફેબ્રુઆરી, (રવિવાર), સ્‍થળઃ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, બોમ્‍બે સિલ્‍વર હાઇટ્‍સની બાજુમાં, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ. કો. ૮૧૪૧૩ ૮૬૩૦૪.

તસ્‍વીરમાં સંસ્‍થાના મંત્રી  કેતન લીંબાસીયા અને ખજાનચી મોહિત ગઢિયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:33 PM IST)