તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
રકતદાન એજ મહાદાનઃ રાજકોટ લોહાણા મહાજન દ્વારા કાલથી બે દિવસ મેગા બ્લડ ડોનેશન કેમ્પ
થેલેસેમિયાગ્રસ્ત બાળકોના હિતાર્થે બ્લડ ડોનેટ કરવા ઉમટી પડો : * મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇના જન્મદિન નિમિતે અદકેરૂ સેવાકીય આયોજનઃ અભિનંદન વર્ષા * સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ગેસ્ફોર્ડ સિનેમા સામે, એચ.ડી.એફ.સી. બેન્કની બાજુમાં, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે પહોંચી જવા જાહેર અપીલ કરતા રાજકોટ લોહાણા મહાજનના તમામ ટ્રસ્ટીઓ

રાજકોટ તા. ૧૯: ‘રકતદાન એ જ મહાદાન' સૂત્રને સાર્થક કરતા રાજકોટ લોહાણા મહાજન દ્વારા કાલથી બે દિવસ માટે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા દરમ્યાન સર્વસમાજના થેલેસેમિયાગ્રસ્ત બાળકોના હિતાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇના જન્મદિન નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું અદકેરૂ આયોજન કરવામાં આવ્યું છે. બન્ને હોદેદારો ઉપર અભિનંદર વર્ષા થઇ રહી છે.
સામાજીક, સેવાકીય ધાર્મિક, સાંસ્કૃતિક, રોજગારલક્ષી, શિક્ષણલક્ષી, તબીબી સહિતની અવિરત પ્રવૃતિઓ જેના નેજા હેઠળ ચાલી રહી છે તેવા વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા તા. ર૦ અને ર૧ ફેબ્રુઆરી, ર૦ર૬ શુક્રવાર અને શનિવારના રોજ જુના ગેસ્ફોર્ડ, સિનેમા સામે, એચ. ડી. એફ. સી. બેન્કની બાજૂમાં, માલવિયા ચોક પાસે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સમાજોપયોગી આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં એકઠું થયેલું તમામ બ્લડ શ્રી સદ્્ગુરૂ લોક કલ્યાણ ફાઉન્ડેશન સંચાલિત થેલેસેમિયા ડે કેર સેન્ટર, કરણપરા કેશરીયા, લોહાણા મહાજનવાડી, રાજકોટ ખાતે સર્વ સમાજના થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. થેલેસેમિયા ડે કેર સેન્ટર, કરણપરા, રાજકોટ ખાતે હાલમાં સર્વ સમાજના સો જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો રજીસ્ટર્ડ થયેલા છે, જેઓને અદ્યતન મેડીકલ ફેસેલિટીઝ સાથે થેલેસેમિયાની સારવાર મળી રહી છે.
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ (મો. ૯૮ર૪૦ ૪૦પપ૯) કે જેઓ તા. ર૧ ફેબ્રુઆરી, ર૦ર૬ ના રોજ પોતાના યશસ્વી જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અને લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ (મો. ૯૮૯૮૧ ર૪૧ર૮) કે જેઓ તા. ર૦ ફેબ્રુઆરી ર૦ર૬ ના રોજ પોતાના યશસ્વી જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, બંનેના જન્મ દિવસ નિમિતે બ્લડ ડોનેશનરૂપી સેવાકીય કાર્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન માટે ઉમટી પડવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક,ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, હિરેનભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ અલ્કાબેન પુજારા,શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતની સમગ્ર ટીમે જાહેર અપીલ કરી છે.
બ્લડ ડોનેશન કેમ્પ સંદર્ભે વધુ વિગતો માટે શ્રી ધવલભાઇ કારીયાનો (મો. ૯૬૨૪૯ ૩૫૯૩૫) ધવલ ખખ્ખર (મો. ૯૮૭૯૩ ૩૨૦૯૪), શ્રી જયભારત ધામેચા (મો. ૯૦૩૩૭ ૧૧૧૧૮), વિમલભાઇ લાખાણી (મો. ૯૮૯૮૦ ૫૨૩૩૧), પીયૂષભાઇ ગોકાણી (મો. ૯૯૨૪૦ ૩૧૪૫૧), જીગરભાઇ વિઠ્ઠલાણી (મો. ૯૯૭૯૮ ૯૪૫૩૬,) મોલિકભાઇ ચંદ્રાણી (મો. ૯૯૨૪૧ ૧૩૧૧૧) તથા ભાવિકભાઇ એરડા(મો. ૯૧૭૩૧ ૨૨૮૮૭) નો સંપર્ક કરી શકાય છે. તેવું યાદીમાં જણાવાયું છે
(2:32 PM IST)










