<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

રાજકોટમાં ‘હોરી રસીયા'નું આયોજન

વૈષ્‍ણવાચાર્ય ગોસ્‍વામી પરાગકુમારજી મહોદયશ્રીના પ્રાગટય દિવસ નિમિતે : આવતીકાલે સાંજે શ્રી કળષ્‍ણધામ હવેલી ખાતે રસીયાની રમઝટ : વૈષ્‍ણવો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા : સર્વોત્તમ સેવા સંસ્‍થાન દ્વારા ઉત્‍સવનો લ્‍હાવો લેવા વૈષ્‍ણવ સળષ્ટિને જાહેર આમંત્રણ

રાજકોટ તા. ૧૮ : પુષ્ટિમાર્ગમાં વસંતપંચમીથી ધુળેટી સુધી એમ ૪૦ દિવસ સુધી ઠાકોરજીને હોળી ખેલવવામાં આવે છે અને રસીયા (હોળીગીત)ની રમઝટ જમાવવામાં આવે છે. રાજકોટના આંગણે કાલે તા. ૧૯ ને ગુરૂવારે વૈષ્‍ણવાચાર્ય ગોસ્‍વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયશ્રીના શુભ પ્રાગટય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પાવન અવસરે સર્વોત્તમ સેવા સંસ્‍થાન દ્વારા શ્રી કળષ્‍ણાશ્રય હવેલી ખાતે ‘હોરી રસીયા' કાર્યક્રમ રાખવામાં આવ્‍યો છે.

કાલે ફાગણ સુદ બીજના મંગલમય દિવસે સાંજે ૫-૩૦ કલાકથી વધાઈ-કિર્તન સાથે આ કાર્યક્રમનો આરંભ થશે. ત્‍યાર બાદ સાંજે ૬-૩૦ કલાકે વૈષ્‍ણવાચાર્ય શ્રી પરાગકુમારજી મહોદયશ્રીના વચનામળત અને સાંજે ૭ કલાકે કેસર તાાનનો વૈષ્‍ણવોને લાભ મળશે. સાંજે ૭-૧૫ કલાકે વૈષ્‍ણવો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે. કાર્યક્રમના અંતિમ ચરણમાં રાત્રે ૮.૩૦ કલાકે હોરી રસીયાના ગાન સાથે હોળીના વધામણા કરવામાં આવશે.

શ્રી કળષ્‍ણાશ્રય હવેલી, અંબિકા ટાઉનશીપ, મુખ્‍ય માર્ગ-૨ ખાતે યોજાનારા આ ઉત્‍સવનો લ્‍હાવો લેવા સમસ્‍ત વૈષ્‍ણવ સળષ્ટિને સર્વોત્તમ સેવા સંસ્‍થાન (એસ) દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. વધુ વિગત માટે મો.૯૩૭૯૯  ૪૭૧૩૧ ઉપર સંપર્ક કરી શકાશે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ સમક્ષ વિગતો વર્ણવતા રઘુરાજ સીસોસદીયા, પ્રકાશભાઇ મેંદપરા, ભાર્ગવ જાવિયા, પ્રિન્‍સ મકવાણા, અરવિંદભાઇ લાડાણી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(11:41 AM IST)