તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
રમઝાન માસનો પ્રારંભ : આ વખતે બે દિ' ‘ઇદ' જેવો માહોલ
મુસ્લિમ સમાજ બંદગીમય બન્યોઃ આખા મહિનામાં પાંચ શુક્રવારનો લાભઃ ૩૦ રોઝા પુરા થઇ શનિવારે ઇદ થશે આજથી આખો મહિનો સાંજ પડતા જ મુસ્લિમ વિસ્તારો સાયરનથી ગૂંજી ઉઠશે

રાજકોટ તા. ૧૯: ગઈકાલે બુધવારે સાંજે આકાશમાં સ્વચ્છ સુક્ષ્મ ચંદ્ર દર્શન થઈ જતા આજથી મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતા મુસ્લિમ સમાજ બંદગીમય બની ગયો છે.
ઇસ્લામી પંચાગના ૧૨ મહિના ૨૯ કે ૩૦ દિવસના હોઈ છે જેમાં ૨૯મા દિને ચંદ્રદર્શન થતું હોય છે અને ન થાય તો ૩૦મો દિવસ પુરો કરી જે તે મહિનાની શરૂઆત કરી દેવાય છે.
આ સંજોગોમાં ઇસ્લામી પંચાગના ૮ મા મહીના શા'બાનના ર૯માં દિવસ બુધવારે ચંદ્ર દર્શન થતા ગઈ રાત્રીથી જ રમઝાન માસમાં રાત્રિના વધારાની પઢવામાં આવતી સળંગ (તરાવીહ) નમાઝનો પણ પ્રારંભ થઈ ચૂકયો છે.
ખાસ કરીને આ વખતે રમઝાન માસનો પ્રથમ રોઝો ગુરૂવારે ે થતા અને આવતીકાલ બીજા દિવસે મુસ્લિમ સમાજમાં સાપ્તાહિક ઈદનો દીવસ ગણાતો શુક્રવારના લીધે પહેલા રોઝાએ જ રમઝાન માસનો ધમધમાટ વ્યાપી ગયો હતો અને આધ્યાત્મિક ઉત્સાહ રમઝાનના પ્રારંભે જ બેવડાઈ ગયો હતો.
એટલું જ નહીં આગળ જતા રમઝાન માસ પૂર્ણ થવાની ઑરે આગામી તા. ૨૦ માર્ચ ના ૩૦માં રોઝાએ શુક્રવારે હશે જે કારણે શુક્રવારે ૩૦ રોઝા પૂરા થયા બાદ સાંજે જ ચંદ્રદર્શન થવાની પૂર્ણ સંભાવના હોઈ તા. ૨૧-૩-૨૬ ના રોજ શનિવારે ‘ઇદુલ ફિત્ર' ઉજવવામાં આવે તે પણ નિヘતિ બની રહ્યું છે.
જેમાં પણ રમઝાન માસનો અંતિમ શુક્રવાર જ રમઝાન માસનો અંતિમ દિવસ બની રહેનાર છે. અને તે પછી શનિવારે ઇદ અને પછી રવિવારે જાહેર રજાના લીધે ઉત્સાહ બેવડાઈ જશે.
આ રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લીમસ્ત્રી-પુરૂષોને ખુદા તરફથી ‘રોઝા' રાખવા ફરજીયાત છે. આ રોઝાએ એક ઉપવાસ જ છે.
આ વખતે રમઝાન માસમાં પાંચ શુક્રવારનો લાભ મળશે.
ખાસ કરીને આ વખતે ચંદ્રદર્શનની સ્પષ્ટતા વધી છે તેથી આ વર્ષ ૩૦ રોઝા થવાની પૂર્ણ સંભાવના છે .
જો કે, વર્તારા મુજબ શુક્રવારે સાંજે ૩૦માં રોઝાએ ‘તેજમય'ચંદ્ર દર્શન આકાશમાં સ્વચ્છ રીતે થઈ જશે જેના લીધે પણ શનિવારે ઇંદ નિヘતિ છે.
રમજાન માસમાં પવિત્ર રાત્રીઓનું પણ મહત્વ રહેલ છે જેમાં ૨૧ મી રાત્રી તા. ૧૦-૩- મંગળવારના ૨૩ મી રાત્રી તા. ૧૨-૩- ગુરૂવારના, ૨૫ મી રાત્રી તા. ૧૪-૩ શનિવારના અને ૨૭મી રાત્રી તા. ૧૬-૩ સોમવારના ત્થા ૨૯ મી રાત્રિ તા. ૧૮-૩- બુધવારના મનાવવામાં આવશે.
રમઝાન માસના અંતિમ શુક્રવારને મુસ્લિમો આખરી જુમ્મા તરીકે ઓળખે છે જે આ વખતે તા. ર૦-૩-૨૬ નૉ થશે જેમાં ખુબી એ છે કે આ દિવસે જ ૩૦મો રોઝો હશે જે આ રમઝાન માસનો છેલ્લો રોઝો હશે.
છેલ્લા ત્રણેક વર્ષ થયા રમઝાન માસ શિયાળામાં આવતો હોય છે પરંતુ આ વખતે શિયાળો પૂર્ણ થઇ ઉનાળાની ઋતુ તરફ હવામાન જઇ રહ્યું છે એ વેળા રમઝાન માસનું આગમન થતા આ વખતે રમઝાન માસમાં રોઝામાં ભારે નહીં પરંતુ મધ્યમ ગરમીનો અહેસાસ રહેશે જો કે રાત્રિના ઠંડીનો અહેસાસ રહેશે. આમ રોઝા ઠંડીના માહોલમાં પસાર થશે નહીં પરંતુ શિયાળાનો ભાગ હોઇ રાત્રિ લાંબી અને દિવસ ટુંકો હોવાના લીધે રોઝાનો સમય ગાળો આ વખતે જે સાડાતેર કલાકનો છે તેનોલાભ મળતા ટુંકો રોઝો રહેશે જે રોઝા રાખનારાઓને આટલી રાહત રહેશે.
આ ઉપરાંત આજે ગુરૂવારે પહેલો રોઝો થયો છે અને મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિક માહોલ છવાયો છે ત્યારે આવતીકાલે શુક્રવાર હોઇ જે મુસ્લિમ સમાજમાં સાપ્તાહિક ઇદ ગણાતી હોઇ ઉત્સાહ પ્રવર્તે છે એમ આ વખતે ૩૦માં રોઝાએ શુક્રવાર હોઇ તેની ઉજવણી બાદ બીજા દિ'એ ઇદ હોઇ આ વખતે વિશેષ પઠન ‘‘ખુત્બા'' (અરેબિક પઠન) નો બે દિ' લાભ મળનાર હોઇ આગલા દિવસે સાપ્તાહિક ઇદ અને બીજા દિ'એ રમઝાન ઇદ હોવા ઉપરાંત ઇદ પછી રવિવાર જાહેર રજાના દિવસના લીધે પણ ઇદનો ઉત્સાહ ત્રણ દિ' સુધી જળવાઇ રહેશે.
અત્રેએ નોંધનીય છે કે, રોઝો સવારે પ-પપ ના શરૂ થશેઅ ને સાંજે ૬/પર ના પૂર્ણ થશે. બીજી તરફ મુસ્લિમ મહોલ્લામાં હવે સાંજ પડતા જ ધમધમાટ રહેશે અને ૬/પર થતા જ દરેક મસ્જીદોમાંથી પ્રસારિત થનારી સાયરનથી જે તે વિસ્તારોમાં એક મિનિટ માટે ગુંજી ઉઠશે. જો કે આ બન્ને સમયમાં દરરોજ વધ ઘટ થતી રહેશે. (૯.૨૦)
માહે રમઝાન
રોઝા-ર
તા. ર૦-ર-ર૦ર૬
શુક્રવાર
શહેરી પ-પપ
ઇફતાર ૬-પર
* દુનિયાની દરેક વસ્તુ પાયમાલ (ફલા) ના થઇ જનાર છે તું જેનાથી પ્રેમ કરે છે તે પણ પાયમાલ જ છે. તારા પર જરૂરી છે કે જે સદાય
રહેનાર હસ્તી છે તેને દિલથી પ્રેમ કર.
(11:31 AM IST)










