<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ત્રિવેણીનગરમાં રહેતાં જીતેનભાઇ ખારેચાનું હૃદય ધબકારા ચુકી ગયું

રાજકોટ તા. ૧૮: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુ થયું છે. ગુરૂપ્રસાદ ચોક ત્રિવેણીનગરમાં રહેતાં જીતેનભાઇ ભગવાનજીભાઇ ખારેચા (ઉ.વ.૫૩) નામના પ્રોઢ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે  માલવીયાનગર પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર જીતેનભાઇ ત્રણ ભાઇમાં નાના હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું. (૧૪.૯)

 

(3:33 PM IST)