તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 18th February 2026
કોટડાસાંગાણીના રાજપરા ગામે બોગસ ડોકટરને રૂરલ એસઓજીએ ઝડપી લીધો
ભાવેશ કોઠીયાએ વકીલાતનો અભ્યાસ કર્યો અને ડોકટરી ચાલુ કરી દિધી!

રાજકોટ, તા. ૧૮: કોટડાસાંગાણીના રાજપરા ગામે ફરી એસઓજીએ દરોડો પાડી મેડીકલ ડિગ્રી વગર પ્રેકટીસ કરતા બોનસ તબીબને ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સે વકીલાતનો અભ્યાસ કર્યો છે અને ગેરકાયદે ડોકટરી ચાલુ કરી દિધી હતી.
પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્યએ જીલ્લામાં ગેરકાયદેસર રીતે મેડીકલને લગતી ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીશ કરતા બોગસ ડોકટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય. એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ કોટડાસાંગાણી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ નૈમીષભાઇ મહેતા, પો.કોન્સ.વિપુલભાઇ ગોહિલ તથા રણજીતભાઇ ધાધલને સંયુકત રીતે મળેલ હકિકત આધારે ભાવેશભાઇ રમેશભાઇ કોઠીયા રહે.રાજપરા ગામ તા. કોટડાસાંગાણી વાળાના કબ્જામાંથી અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓનો જથ્થો જેની કિ.રૂ.૧૨,૮૬૫/- સાથે ઝડપી પાડી કોટડાસાંગાણી પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ. પકડાયેલ ભાવેશ એ વકીલાતનો અભ્યાસ કર્યો છે અને કોઇ ડીગ્રી વગર ગેરકાયદે મેડીકલ પ્રેકટીસ ચાલુ કરી દિધી હતી. એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ.શ્રી એફ.એ.પારગી તથા પો.હેડ.કોન્સ. નૈમીષભાઇ મહેતા પો.કોન્સ વિપુલભાઇ ગોહિલ તથા રણજીતભાઇ ધાધલ દ્વારા કરવામાં આવેલ છે.
(3:12 PM IST)










