<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ધોરણ-૮ની છાત્રા પૂજાનો આપઘાત

સાયલાના ધજાળા ગામનો બનાવઃ સોળ વર્ષની બાળાએ રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ કારણ જાણવા પોલીસની તપાસઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૮: સુરેન્‍દ્રનગરના સાયલા તાબેના ધજાળા ગામે રહેતી ધોરણ આઠમાં અભ્‍યાસ કરતી છાત્રાએ ઝેરી દવા પી આઘપાત કરી લેતાં પરિવારમાં અને ગામમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ સાયલાના ધજાળા ગામે રહેતી પૂજા હરેશભાઇ મંગાભાઇ પરમાર (ઉ.વ.૧૬) નામની બાળાએ ગત સાંજે સાડા ચારેક વાગ્‍યે ઘરે હતી ત્‍યારે ઝેરી દવા પી લીધી હતી. અચાનક ઉલ્‍ટીઓ થવા માંડતા પરિવારજનોએ પૃછા કરતાં તેણીએ દવા પી લીધાનું કહેતાં તુરત જ સારવાર માટે સાયલા હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. ત્‍યાંથી ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.

પરંતુ અહિ સારવાર દરમિયાન પૂજાનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધજાળા પોલીસને જાણ કરી હતી. વધુ વિગત મુજબ આપઘાત કરનાર પૂજા ચાર બહેનમાં ત્રીજા નંબરે હતી અને કન્‍યા શાળામાં ધોરણ-૮માં ભણતી હતી. તેના પિતા ખેત મજૂરી કરે છે. તેણીએ આ પગલુ શા માટે ભર્યુ તેની પરિવારજનોને ખબર ન હોઇ ધજાળા પોલીસ વધુ તપાસ  કરી રહી છે.

વઢવાણમાં ભાવનાબેન ગેસ પર પડતાં દાઝ્‍યા

વઢવાણમાં નરસિંહ ટેકરી પર રહેતાં ભાવનાબેન વસંતભાઇ ઇટોળીયા (..વ.૪૦) ગેસ પરથી ગરમ પાણી લેવા ગયા ત્‍યારે વાઇ આવી જતાં ગેસ પર પડતાં મોઢા, શરીરે ગરમ પાણી ઉડતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં વઢવાણ પોલીસને જાણ કરાઇ છે. તેણીને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પતિ વેલ્‍ડીંગ કામની મજૂરી કરે છે. 

(3:10 PM IST)