તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
સ્ત્રીની વેદનાને વ્યકત કરતી ફિલ્મ ‘શક્તિ'
૨૭મીથી સીનેમાઘરોમાં રીલીઝ : વેશ્યાવૃત્તિ જેવા ગંભીર વિષય પર સુધારાવાદી પ્રકાશ પાડવા સંનિષ્ઠ પ્રયાસ : દિગ્દર્શક ભાવિન ત્રિવેદી અને કલાકારો મોના થીબા, શ્રી કાકડે, દિનેશ લાંબાએ રજુ કરી ફિલ્મની રોચક વાતો

રાજકોટ તા. ૧૮ :સ્ત્રીની વેદનાઓને રજુ કરતી ગુજરાતી ફિલ્મ આગામી તા. ૨૭ ફેબ્રુઆરીથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ ફિલ્મના કલાકારોએ જણાવ્યુ હતુ કે કદાચ ગુજરાતી ફિલ્મોના ૮૨ વર્ષના ઇતિહાસમાં કયારેય ન છેડાયો હોય તેવો વિષય લઇને આ ફિલ્મ તૈયાર કરવાનો પડકાર ઝિલવા ખુબ સરસ પ્રયાસ થયો છે. ખાસ કરીને વેશ્યાવૃત્તિ જેવા ગંભીર વિષયને લઇને સુધારાવાદી પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
ફિલ્મમાં ‘રેખા'ના પાત્રને ન્યાય આપતા મોના થીબાએ જણાવ્યુ હતુ કે આ ફિલ્મ પરિવાર સાથે જોઇ શકાય તેવી તંદુરસ્ત બની છે.સ્ત્રીની પીડા અને વેદનાને વ્યકત કરવામાં આવી છે. વાસ્તવીકતા બતાવવા નો મેકઅપ લુક, સીંગ સાઉન્ડ જેવી ટેકનીકનો ઉપયોગ થયો છે. ફિલ્મના બે ગીતો પણ ખુબ ઉપડી ગયા છે. શુટીંગ ઇડરના વડાલીમાં ૧૮ દિવસ ચાલ્યુ હતુ. જે દરમિયાન પુરી ટીમે ખુબ સ્ટ્રગલ કરીને એક તંદુરસ્ત ફિલ્મ બને તે માટે મહેનત ઉઠાવી હતી.
એજ રીતે ફિલ્મમાં ‘માલ્તી'નું પાત્ર કરતા શ્રી કાકડેએ જણાવ્યુ હતુ કે હું સમાજ સુધારકસ્ત્રીની ભુમિકામાં હોવ છુ. સામાજીક બદીઓ સામે ઝઝુમીનેસ્ત્રીને આત્મ સન્માન કેમ મળે તે માટેના પ્રયાસો મારા ભાગે આવે છે.સ્ત્રી શક્તિ છે ધારે તે કરી શકે. આત્મનિર્ભર બનીને સમાજનેસ્ત્રીની તાકાત બતાવી શકાય છે. તેવો સંદેશ આ ફિલ્મના માધ્યમથી આપવામાં આવ્યો છે. અભિનય ક્ષેત્રે તો ઘણું કામ કર્યુ પણ ‘શક્તિ' ફિલ્મમાં મે કઇક અલગ જ અનુભવ કર્યો. ખુબ મજા આવી.
વિલનનો રોલ કરનાર દિનેશ લાંબાએ કયુ હતુ કે હું આ ફિલ્મમાં રાઇનો શેઠ તરીકે પાત્ર કરૂ છે. પડકારરૂપ ભુમિકા મારા ભાગે આવી છે. જેને મે સંપૂર્ણ ન્યાય આપવા પ્રયાસ કર્યો છે. ખાસ કરીને આ ફિલ્મનો ડાયલોગ ‘આ રાઇનો નથી થયો સગા ભાઇનો' ખુબ લોકપ્રિય બન્યો છે.
ફિલ્મના દિગ્દર્શક ભાવિન ત્રિવેદીએ જણાવેલ કે આગામી ૨૭ ફેબ્રુઆરીથી અમે આ ફિલ્મ ઓલ ગુજરાત અને મુંબઇના સીનેમાઘરોમાં રીલીઝ કરવા જઇ રહ્યા છીએ. કદાચ ૮૨ વર્ષના ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં વેશ્યાવૃત્તિ જેવા વિષય પર અજમાયશ કરવાનો શ્રેય લેનાર અમે પ્રથમ છીએ. તેમ છતા કોઇની લાગણીને ઠેસ ન પહોંચે તેનો પુરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.
તેઓએ જણાવેલ કે ફિલ્મ સંપૂર્ણપણે કાલ્પનિક છે તેનો ઉદેશ્ય કોઇ ગામ કે સમાજની છબીને ખરડવાનો નથી. અમે તો માત્ર મેકર છીએ. સમાજની એક વાસ્તવીકતાને રજુ કરવાનો અમારો આશય છે. એકસ્ત્રી ઇચ્છે તો શું ન કરી શકે? નારી શક્તિને ઉજાગર કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે.
આ ફિલ્મમાં મ્યુઝીક પૂર્વેશ દવેનું છે. જયારે બે ગીતોને સ્વર ૧૪ વર્ષની દીકરી હર્ષિ ભટ્ટે આપ્યો છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફિલ્મ ‘શકિત'ના કલાકારો મોના થીબા, શ્રીકાકડે, દિનેશ લાંબા અને દિગ્દર્શક ભાવિન ત્રિવેદી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:59 PM IST)










