<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

શુભ વિચારોથી દિવસની શરૂઆત એટલે ભાવસંયમ : પૂ. ધીરગુરુદેવ

રાજકોટ : દેવલાલીના આંગણે ડુંગર દરબાર, મેંગો ટ્રી હોલ ખાતે તા. ૧૫ના રવિવારે કલ્‍પવળક્ષ સોસાયટીમાં ઉમંગ બિમલ દોશીના નિવાસે નવકારશી બાદ શોભા યાત્રા ધર્મસભામાં ફેરવાયા બાદ પૂ. શ્રી ધીરગુરુદેવની ૪૫મી અને પૂ. શ્રી મીનાજી મ.સ. ની ૩૫મી દીક્ષા જયંતિ અભિવંદના પ્રસંગે પૂ. નરેશમુનિ મ.સા., પૂ. પ્રમોદમુનિ મ.સા., પૂ. મોક્ષતિલકજી મ.સા., તથા ડૉ. પૂ. તરૂલતાજી મ.સ., પૂ. કોકીલાજી મ.સ., પૂ. ઝખનાજી મ.સ., પૂ. વિભૂતિજી મ.સ., પૂ. શુભેચ્‍છાજી મ.સ., પૂ. અનુપમાજી મ.સ., આદિ ૩૫ ઠાણા તથા વિવિધ સંઘો સહિત વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત ભાવિકોની ઘર્મસભામાં પૂ. ધીરગુરુદેવે ‘ઓમગુરુ' મંત્રના જાપ કરાવ્‍યા બાદ જણાવેલ કે - Be Positive, Be Polite, Be Powerful બનીને ભાવ સંયમી બનો. ૯૦ કર્મચારીઓનું સન્‍માન કરાયું હતું.

જીવદયા ગૌમાતા પ્રતિકનો ચડાવો રૂ.૪૫ લાખમાં હર્ષાબેન કે. શાહ, જયંતભાઈ કામદાર, રમાબેન ગોયાણી અને મંઝિલ એક માર્ગ અનેક પુસ્‍તકનો રૂ.૬ લાખમાં કાંતિ શાહે લાભ લીધેલ. અયાન શાહ, પળથ્‍વી બેન્‍સ, ઝરણા મડીયા, જયશ્રી શાહ, મીતા શેઠ, મુકેશ કામદારે અભિવંદના કરેલ. વિરાણી બહેરા-મૂંગા શાળા - રાજકોટની દીકરીઓના ભક્‍તિનળત્‍યથી પ્રભાવિત થઈ કાયમી ભોજન તિથિમાં રૂ.૨૧ લાખનું ફંડ થવા પામેલ. અતિથિ સત્‍કારનો લાભ ઝવેરી પરિવાર, કુંદનબેન નવીનભાઈ દોશી વગેરે એ લીધેલ.

ઘાટકોપરમાં તા.૨૮ના પૂ. શ્રી ધીરગુરુદેવ અનુગ્રહિત આનંદ મંગલ  હોલની ઉદઘાટન વિધિ સવારે ૯:૦૦ કલાકે યોજાશે.

(2:33 PM IST)