<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ૧૪૬૫ બાળકને કુપોષણ મુક્‍ત કરાયા

રાજકોટઃ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અતિગંભીર કુપોષીત બાળકોની સમુદાય સ્‍તરે સારવાર માટે ગુજરાતમા મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્‍ય પરિવાર કલ્‍યાણ વિભાગ અને યુનિસેફ દ્વારા માર્ગદર્શન તૈયાર કરવામા આવી છે, જેના આધારે રાજકોટ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. શાખાએ ૧૪૬૫ બાળકોને કુપોષણ મુક્‍ત કર્યા છે. મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનર  સી.કે. નંદાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગને કુપોષણ  મુક્‍ત કરવામા સફળતા મળી છે. રાજકોટ મહાનગરપાલિકા આઈ.સી.ડી.એસ. શાખા ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અમલીકરણ સમયે માર્ચ - ૨૦૨૫મા કુલ ૬૯૮ અતિ ગંભીર કુપોષણ બાળકો અને ૩૭૧૩ મધ્‍યમ ગંભીર કુપોષિત હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુપોષણ મુક્‍ત કરવામા સફળતા મળેલ છે. પોષણ સંગમ કાર્યક્રમ કાર્યક્રમ થકી સરકારનો મુખ્‍ય હેતુ સિધ્‍ધ કરવા રાજકોટ મહાનગરપાલિકા આઈ.સી.ડી.એસ. શાખાની ટીમ સતત કાર્યરત છે.

(2:33 PM IST)