News of Wednesday, 18th February 2026
વાવડીમાં દિવ્યાબેન કવાનો આપઘાતઃ મોરબીના યુવાન સાથે સગાઇ થઇ'તી
ત્રીસ વર્ષિય યુવતિએ ગળાફાંસો ખાઇ લીધોઃ કારણ અકળ રહેતાં તપાસ યથાવત

રાજકોટ તા. ૧૮: ગોંડલ રોડ પર વાવડીમાં રહેતી યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઠ મહિના પહેલા આ યુવતિની મોરબીના યુવાન સાથે સગાઇ થઇ હતી.
જાણવા મળ્યા મુજબ વાવડીમાં આકરા હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાબેન રમેશભાઇ કવા (ઉ.વ.૩૦) નામની યુવતિએ સાંજે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ તબિબે તેણીને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના મારફત થતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ ડી. સી. જોષીએ જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર દિવ્યાબેન ત્રણ બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરે હતાં. તેમના પિતા હયાત નથી. પરિવારજનના કહેવા મુજબ દિવ્યાબેનની સગાઇ આઠ મહિના પહેલા મોરબીના યુવાન સાથે થઇ હતી. આપઘાતનું કારણ જાણવા ન મળતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૬)
(11:04 AM IST)










