તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂા.૧૧૯૩ કરોડના બજેટને બહાલીઃ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહનની પ્રથમવાર જોગવાઇ
સ્વભંડોળનું બજેટ ૨૬ કરોડઃ સભ્યોને વાર્ષિક ૩૫ લાખની ગ્રાન્ટઃ શહીદોના પરિવારોને બબ્બે લાખ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે સમિતિના અધ્યક્ષ પી.જી. કયાડાની અધ્યક્ષતામાં મળેલ. જેમાંૅ પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, ડી.ડી.ઓ અનંદુ સુરેશ ગોવિંદ, ડે.ડી.ડી.ઓ જય ગોસ્વામી, કારોબારી સભ્યો અને શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરિયા) (૩.૧૨)
રાજકોટ, તા.૧૭: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ખાસ બેઠક -કારોબારી ચેરમેનશ્રી પી.જી.કયાડાના અધ્યક્ષ સ્થાને મળતા તેમાં બજેટ અને વિકાસકામોને મંજુરી આપવામાં આવી હતી. હવે બજેટ તા.૨૭મીએ સામાન્ય સભામાં રજૂ થશે.
ૂ રાજકોટ જિલ્લા પંચાયતનું ૨૦૨૬-૨૭નું અંદાજપત્રમાં કુલ રૂ.૧૧૯૩.૬૮/- કરોડની જોગવાઇ આવેલ છે જે પૈકી સ્વભંડોળમાં રૂ.૨૬.૦૦/- કરોડની, રાજય સરકાર તરફથી મળતા અનુદાનમાં રૂ.૧૧૪૪ ૧૩/- કરોડની અને દેવા વિભાગનું રૂ.૨૩.૫૪/- કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. તેમ કારોબારી અધ્યક્ષ પી.જી. કયાડાએ જણાવ્યુ હતું.
સને ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં સ્વભડોળમાં વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવેલ વિશિષ્ટ જોગવાઇ નીચે મુજબ છે.
* પ્રાકળતિક ખેતીને પ્રોત્સાહન આપવાના અભિયાનના ભાગ રૂપે જિલ્લા તથા તાલુકા કક્ષાએ વેચાણ બનાવવા માટે ૬૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
* વિકાસના કામો માટે ૧૨ કરોડ ૬૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. સભ્યદિઠ વાર્ષિક ૩૫ લાખ ગ્રાન્ટ મળશે.
* સામાજિક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ (તા.૧૫/૦૯/૨૦૧૬ના ઠરાવ મુજબના કામોમાટે) ૭૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
* જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહિદ સૈનિકના પરીવારને સહાય ચુકવવા પરિવાર દીઠ રૂ.૧ લાખમાંથી વધારીને રૂ.૨ લાખની જોગવ ાઇ કરવામાં આવેલ છે.
* જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના પંચાયત સેવાના વર્ગ -૩ તથા વર્ગ-૪ના જિલ્લા પંચાયતના વિભાગ સિવાયના (પ્રાથમિક શિક્ષકો અને કેળવણી નિરીક્ષક તથા શાળાઓ હસ્તકનો સ્ટાફ) કર્મચારી ચાલુ નોકરી દરમ્યાન અવસાનના કિસ્સામાં નાણાકીય સહાય ચુકવવા માટે એક કર્મચારી દીઠ રૂપિયા ૫૦ હજારમાંથી વધારીને રૂપિયા ૧ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
* વિચરતી વિમુક્તિ જાતિની દીકરી માટે ૨૦ લાખની શિક્ષણ સહાયની જોગવાઇ કરવામાં આવેલ છે.
* પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો તેમજ આધુનિક ટેકનોલોજી અને રોબોટિક્સ માટે પ્રશિક્ષણ અને વિજ્ઞાન જાગળતિ માટે ૭ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
* રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે ICDS વિભાગમા કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુક્ત આહાર પુરો પાડવા માટે ૧૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ
* સેલ કાઉન્ટર, ગ્લુકોમીટર, આરોગ્યલક્ષી સાધન સામગ્રી, સર્જીકલ સાધનો અને રીએજન્ટ / નેત્રયજ્ઞ,સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેના જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવળત્તિ માટે ૧૮ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
બાંધકામના કુલ ૨૬ કામોના ટેન્ડર કુલ રૂ.૨૦,૩૯,૦૧,૫૫૫/- (વીસ કરોડ ઓગણચાલીસ લાખ એક હજાર પાંચસો પંચાવન રૂપિયા પૂરા) મંજૂર કરવામાં આવ્યા. જેમાં રાજકોટ જિલ્લાની જુદા જુદા ગામની કુલ ૧૫ આંગણવાડી બિલ્ડીંગ, ૯૬ નવી ગ્રામ પંચાયત બિલ્ડીંગ તેમજ ૦૨ રસ્તાઓના કામોની મંજુરી આપવામાં આવી.
સિંચાઇના કુલ ૪ કામોના ટેન્ડર કુલ રૂ.૧,૫૩,૦૧,૩૮૦/- (એક કરોડ ત્રેપન લાખ એક હજાર ત્રણસો એશી રૂપિયા પૂરા) તથા કુલ ૯ કામોની વહીવટી મંજૂરી કુલ રૂ.૬,૧૪,૯૮,૦૦૦/- (છ કરોડ ચૌદ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા પૂરા) આમ, સિંચાઇના કુલ ૧૩ કામો કુલ ૭,૬૭,૯૯,૩૮૦/- (સાત કરોડ સડસઠ લાખ નવ્વાણુ હજાર ત્રણસો એશી રૂપિયા પૂરા) મંજૂર કરવામાં આવ્યા.
પછાત વિસ્તારોમાં પછાત વસ્તીના આર્થિક અને સામાજીક ઉત્કર્ષના ફાળો માટે રાજય સમકારી નિધિમાંથી વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષ માટે જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામે બગસરા રોડથી સમાજ તરફના રસ્તા પર પેવરબ્લોકનું કામ કરવા માટે રૂ.૨,૨૬,૦૦૦/- (બે લાખ છવ્વીસ હજાર રૂપિયા પૂરા)ની મંજૂરી આપવામાં આવી.
આમ, કુલ ૪૦ કામો રૂ.૩૦,૫૫,૩૭,૬૭૭/- (ત્રીસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર છસો સિત્તોતેર રૂપિયા પૂરા)ના સિંચાઇ, બાંધકામ અને સમાજ કલ્યાણ શાખાના કામોના ટેન્ડર, વહીવટી તેમજ ખર્ચની મંજૂરી આપવામાં આવેલ છે.
(3:37 PM IST)










