<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

ધો.૧૦-૧રની પરીક્ષા સંદર્ભે પરીક્ષા કેન્‍દ્રોના ૧૦૦ મીટરના વિસ્‍તારમાં ૪ વ્‍યકિતઓને ભેગા થવાની મનાઇઃ સભા ઉપર પ્રતિબંધ

રાજકોટ જીલ્લા માટે થયેલા આદેશો ઝેરોક્ષ-લીથોની કામગીરી કરતી દૂકાનો બંધ રાખવા આદેશોઃ એડી. કલેકટરનું જાહેરનામું

રાજકોટ, તા. ૧૭: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની સામાન્‍ય પ્રવાહની તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનું આયોજન તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી યોજાનાર હોવાનું જાહેર કરવામાં આવેલ છે. આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો-વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા વિસ્‍તારમાં સમાવિષ્ટ પરીક્ષા કેન્‍દ્રના ૧૦૦ મી. ના આજુબાજુના વિસ્‍તારમાં ઝેરોક્ષ અથવા લીથો કે અન્‍ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કળત્‍ય ન થાય અને ઉકત પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને કાર્યવાહીમાં કોઈપણ જાતની રૂકાવટ ન આવે તે માટે હુકમો કરયા છે.

અધિક જીલ્લા મેજીસ્‍ટ્રેટ રાજકોટે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, -ગાંધીનગર ધ્‍વારા આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી.(સામાન્‍ય પ્‍રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ કેન્‍દ્રો પૈકી રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા વિસ્‍તારના (૧) એસ.એસ.સી.નાં પરીક્ષા કેન્‍દ્રોમાં તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી (૨) એચ.એસ.સી.નાં વિજ્ઞાન પ્રવાહના પરિક્ષા કેન્‍દ્રોમાં તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૬/૦૩/૨૦૨૬ સુધી (૩) એચ.એસ.સી. સામાન્‍ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહના પરિક્ષા કેન્‍દ્રોમાં તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી (૪) એચ.એસ.સી. વ્‍યવસાયલક્ષી પ્રવાહના પરિક્ષા કેન્‍દ્રોમાં તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ સુધીની પરિક્ષાઓ દરમિયાન પરીક્ષા સ્‍થળની આસપાસના ૧૦૦ મીટર (એકસો મીટર) ત્રિજયાના વિસ્‍તારમાં પરીક્ષામાં ગેરરીતી કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્‍યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરથસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્‍થળે મોબાઈલ ફોન, વિજાણું ઘડીયાળ અને તે પ્રકારના અન્‍ય સાધનો/યંત્રો લઈ જવા નહી તેમજ ૧૦૦ મીટર (એકસો મીટર) ત્રિજયાના વિસ્‍તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્‍ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કળત્‍ય કરવું નહીં અને ઝેરોક્ષ તથા લીથોની કામગીરી કરતી દુકાનો પરીક્ષાના દિવસે અને સમયે બંધ રાખવી તેમજ સ્‍કુલમાં ઉપલબ્‍ધ ઝેરોક્ષ તથા લીથો મશીનો પણ બંધ રાખવા લાઉડ સ્‍પીકરના ઉપયોગ તેમજ પરીક્ષા સ્‍થળમાં બિનઅધિકળત વ્‍યકિતના પ્રવેશ પર જાહેરનામું અમલમાં આવ્‍યુ છે

(3:32 PM IST)