તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 17th February 2026
CBSE ધો. ૧૦-૧ર ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
રાજકોટના ૮ હજાર મળી સમગ્ર દેશમાં ૪૩.૬૭ લાખ પરીક્ષાઓ નોંધાયા

રાજકોટ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE)ની દ્વારા આજથી ધો. ૧૦ અને ધો. ૧ર ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. પ્રસ્તુત તસ્વીરમાં પરીક્ષા કેન્દ્રો બહાર વાલીઓનો જમાવડો તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપે તે માટે પરીક્ષાર્થીઓનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)
રાજકોટ તા. ૧૭ :.. સમગ્ર દેશમાં આજથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE)ની ધો. ૧૦ અને ધો. ૧રની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. CBSEની ધો. ૧૦ અને ધો. ૧ર માં રાજકોટ શહેર-જીલ્લામાં ૭ હજારથી વધુ પરીક્ષાર્થીઓ મળી કુલ ગુજરાતના ૮૦ હજાર અને સમગ્ર દેશના ૪૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE)ની ધો. ૧૦-૧ર ની પરીક્ષનો આજથી પ્રારંભ થયો છે. કુલ ર૦૩ વિષયોની પરીક્ષા લેવાશે. જેમાં ધો. ૧૦ માં ૮૩ વિષયો ધો. ૧ર માં ૧ર૦ વિષયોનો સમાવેશ થાય છે. CBSEની પરીક્ષા ભારત દેશ ઉપરાંત ર૬ દેશોમાં પણ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE)માં ધો. ૧૦ માં આજે પ્રથમ દિવસે ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝીકની પરીક્ષા લેવાશે. ધો. ૧ર માં આ વર્ષ ૧૮.પ૯ લાખ અને ધો. ૧૦ માં રપ.ં૮ લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
ગુજરાતમાં આ વર્ષ ધો. ૧૦ અને ધો. ૧ર માં ૮૦ હજાર કરતા વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
રાજકોટમાં CBSEની પરીક્ષા કેન્દ્રીય વિદ્યાલય, રાજકુમાર કોલેજ, સહિતના સ્થળોએ પરીક્ષા યોજવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE)ની ધો. ૧૦-૧ર ની પરીક્ષાના પ્રારંભ સમયે પ્રથમ દિવસે સંતાનોને પરીક્ષા કેન્દ્ર ઉપર વાલીઓ મૂકવા આવતા હોય રાજમાર્ગો તેમજ પરીક્ષા કેન્દ્ર ઉપર ભીડ જોવા મળી હતી. પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષાનો ડર ન રહે તે માટે તમામ પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ તેમજ મીઠુ મોં કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ૨૦૨૬ની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ માટે કડક નિયમો અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે પરીક્ષા કેન્દ્ર પર સવારે ૧૦ વાગ્યા પછી કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બોર્ડે સમયપાલનને લઈને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે જેથી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે અને કોઈપણ વિક્ષેપ વગર સંપન્ન થઈ શકે. પરીક્ષાના દિવસના બેલ શિડ્યુલ મુજબ, વિદ્યાર્થીઓએ સવારે ૧૦ વાગ્યા પહેલા કેન્દ્ર પર પહોંચી જવું પડશે. ૧૦ વાગ્યે એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવશે. ત્યાર બાદ ૧૦ થી ૧૦-૧૫ દરમિયાન વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓનું વિતરણ કરવામાં આવશે જેથી તેઓ તેમાં પોતાની વિગતો ભરી શકે. ૧૦-૧૫ વાગ્યે પ્રશ્નપત્ર આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને વાંચવા માટે ૧૫ મિનિટનો ‘કૂલ ઓફ' સમય મળશે. બરાબર ૧૦-૩૦ વાગ્યે લખવાનો બેલ વાગશે અને પરીક્ષા વિધિવત શરૂ થશે. આ શિડ્યુલનું પાલન દરેક પરીક્ષા કેન્દ્ર પર ચુસ્તપણે કરવામાં આવશે.
(2:51 PM IST)










