તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
રાજકોટની કોર્ટને ફરી બોંબથી ઉડાડી દેવાની ધમકીઃ પોલીસે ખુણેખુણો તપાસ્યો-કંઇ ન મળ્યું : જુઓ વિડિયો
ઇ-મેઇલથી ધમકી મળતાં એસઓજી, બોમ્બ સ્ક્વોડ, ક્યુઆરટી, યુનિવર્સિટી પોલીસની ટીમોએ તપાસ કરીઃ એસીપી ક્રાઇમ પણ પહોંચ્યાઃ અદાલતની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ રહી

વધુ એક વખત રાજકોટની ડીસ્ટ્રીક્ટ કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ઇ-મેઇલથી ધમકી મળતાં અફડાતફડી મચી ગઇ હતી. એસઓજી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ક્યુઆરટી ટીમ, યુનિવર્સિટી પોલીસે પહોંચી તપાસ શરૂ કરી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૧૭: રાજકોટ સહિત રાજ્યની પાંચ શહેરની અદાલતો ને બોંબથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા દોડધામ મચી ગઈ હતી જેમાં શહેરના જામનગર રોડ ઘંટેશ્વર નજીક નવા જિલ્લા ન્યાય કોર્ટના બિલ્ડીંગને બોમ્બથી ઉડાવી દેવાની આજે સવારે ૧૦.૩૦ કલાક ઉઘડતી કોર્ટે ઇ-મેલ દ્વારા ધમકી મળતા નાસભાગ અને અફડાતફડી મચી જવા પામી હતી. તાત્કાલિક આ અંગે કોર્ટ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા એસઓજી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ક્યુઆરટી ટીમ, યુનિવર્સિટી પોલીસની ટીમો પહોંચી ગઇ હતી અને હમેંશની જેમ કોર્ટનો ખુણે ખુણો ચકાસ્યો હતો. જો કે તપાસને અંતે કંઇપણ વાંધાજનક ન મળતાં સોૈએ હાશકારો લીધો હતો. એસીપી ક્રાઇમ ભરત બસીયા કે જેઓ ડીસીપીના ચાર્જમાં હોઇ તેઓ પણ પહોંચ્યા હતાં.
રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ગજબની પેટર્ન જોવા મળી રહી છે. પહેલાં સ્કૂલોને મેઈલ કરવામાં આવે છે. પછી કોર્ટને ઉડાવી દેવાના મેઈલ મળી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને વલસાડની કોર્ટને આજે ધમકી ભર્યા મેઈલ મળ્યા છે.રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ગજબની પેટર્ન જોવા મળી રહી છે. પહેલાં સ્કૂલોને મેઈલ કરવામાં આવે છે અને પછી કોર્ટને ઉડાવી દેવાના મેઈલ મળી રહ્યા છે. રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગને પણ ઉડાવી દેવાની વારંવાર ધમકીઓ મળી હતી. આથી મોટે ભાગે દર માસે રાજકોટના કોર્ટ બિલ્ડીંગની બોમ્બ સ્કવોડ અને બોબ સ્કવોડ દ્વારા રેગ્યુલર તપાસ કરવામાં આવી રહી છે. આજે સવારે ૧૦:૩૦ વાગે ઉઘડતી કોર્ટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ઓફિશિયલ ઇમેઇલ આઇડી ઉપર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની ધમકી મળતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
બોંબ મુકયાનો ધમકી ભર્યો ઇ-મેલ મળ્યાની જાણ થતાં જ એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, યુનિવર્સિટી પીઆઇ એચ. અને. પટેલ, તેમની ટીમો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ક્યુઆરટીની ટીમો, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, પીએસઆઇ એમ. વી. જાડેજા પણ પહોંચી ગયા હતાં અને કોર્ટ બિલ્ડીંગમાં ખુણે ખુણો ચકાસી જોયો હતો. મળતી માહિતી મુજબ ડિસ્ટ્રક્ટ કોર્ટને ઉડાવી દેવાની અગાઉ ઘણી વખત ધમકી મળી હોય કોર્ટની સલામતી વ્યવસ્થાની ચકાસણી માટે અવારનવાર મોક ડ્રીલ પણ યોજવામાં આવતી હોય છે. જો કે આ વખતે પણ અગાઉની જેમ ઇ-મેલથી ધમકી મળી હોઇ પોલીસે ગંભીરતાથી કોર્ટ બિલ્ડીંગની ચકાસણી કરી હતી.
પોલીસ ટુકડીઓની કોર્ટના ખૂણે ખૂણાની તપાસ પૂરી થતાં સુધીમાં કશું પણ વાંધાજનક નહિ મળતા રાહતનો દમ લેવામાં આવ્યો હતો. બાદ કોર્ટ રાબેતા મુજબ શરૂ રહી હતી. એસીપી ભરત બસીયા હાલ ડીસીપીના ચાર્જમાં હોઇ તેઓએ પણ પહોંચીને ટીમોને ઝીણવટભરી ચકાસણી કરવા સુચન કર્યુ હતું. જો કે તપાસને અંતે કંઇ ન મળતાં સોૈએ રાહતનો દમ લીધો હતો
(4:09 PM IST)










