તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
મોરબી રોડ પર ભાંગ પીધા બાદ યુપીના સોહમ યાદવની હાલત ગંભીર
ઘરે આવી ઉલ્ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ પુછતાં મંદિરે દર્શન કર્યા બાદ ભાંગ પીધાનું કહ્યું પછી બેભાન થઇ ગયાઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ પર જકાતનાકા પાસે દાળમીલ ક્વાર્ટરમાં રહેતાં મુળ બિહારના સોહમભાઇ કુશેલાલ યાદવ (ઉ.વ.૫૦)એ ગઇકાલે મહાશીવરાત્રી નિમીતે કોઇ મંદિરે દર્શન કર્યા બાદ વધુ પડતી ભાંગ પી લેતાં તબિયત બગડતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
સગાના કહેવા મુજબ સોહમ યાદવ મુળ બિહારના વતની છે અને ચાર ભાઇમાં મોટા છે. તેને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. તે મજુરી કરી ગુજરાન ચલાવે છે. બપોર બાદ તે કોઇ મંદિરે મહાશિવરાત્રી નિમીતે દર્શન કરવા ગયા હતાં. સાંજે ઘરે આવી ઉલ્ટીઓ કરતાં હોઇ પુછતાછ કરતાં પોતે મંદિરે દર્શન કરી ભાંગી પીને આવ્યાનું કહ્યું હતું. બાદમાં તે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. તબિબને એવી શંકા પણ છે કે ભાંગની સાથે કદાચ કોઇ ઝેરી પદાર્થ લીધો હોઇ શકે છે. આથી તેણે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. હાલ સોહમ યાદવ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ભાનમાં આવ્યા બાદ સાચી વિગતો બહાર આવશે.
(2:34 PM IST)










