<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

પરાપીપળીયાના પાટીયે ખંઢેરીના વિક્રમનો કુહાડાથી હુમલોઃ કાકા નીચે નમી જતાં ભત્રીજો લોહીલુહાણ

કિશન અને કુટુંબી કાકા જેહુરભાઇ ક્રિકેટ રમીને આવી રહ્યા હતાં ત્‍યારે કારણવગર હુમલો કરાયાની ફરિયાદઃ કિશન એઇમ્‍સમાં સારવાર હેઠળઃ ખંઢેરીના વિક્રમ વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૬: જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતાં સત્તર વર્ષના સગીર અને તેના કુટુંબી કાકા જામનગર રોડ પર  ક્રિેકેટ રમીને બાઇક પર પરત આવી રહ્યા હતાં ત્‍યારે પરાપીપળીયાના પાટીયા પાસે ખંઢેરીના શખ્‍સે કારણ વગર જ કુહાડાનો ઘા કરતાં બાઇક ચાલક કાકા નીચે નમી જતાં પાછળ બેઠેલા ભત્રીજાના કપાળે કુહાડો લાગી જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. તેને સારવાર માટે એઇમ્‍સ હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે. કારણ વગર જ હુમલો કરાયાનું જણાવાયું હતું.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં જયંતિભાઇ દાનાભાઇ રાઠોડ (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી વિક્રમ સોનારા વિરૂધ્‍ધ ગુનો નોંધી સકંજામાં લીધો છે. જયંતિભાઇએ જણાવ્‍યું છે કે રવિવારે સાંજે સવા સાતેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યાર  મારા ફોનમા મારા કોૈટુંબીક ભાઇ જેહુરભાઇનો ફોન આવેલો અને મને કહેલ કે-તમારા નાના દિકરા કિશનને થોડુ વાગેલુ છે જેથી તેને એઇમ્‍સ હોસ્‍પિટલ ખાતે સારવાર માટે લાવ્‍યો છું તમે જલ્‍દી આવો. જેથી હું મોટર સાઇકલ લઇને એઇમ્‍સ હોસ્‍પિટલ ખાતે ગયો હતો. ત્‍યાં જતાં  દિકરા કિશનને દાખલ કરાયો હોવાનું જાણવા મળ્‍યું હતું. તેને કપાળના ભાગે પાટો બાંધેલ હતો અને કપડા પર લોહીના ડાઘા હતા.  મેં જેહુરભાઇને શું બન્‍યું? તે અંગે પુછતાં તેણે કહેલું કે હું અને તમારો દિકરો કિશન ગ્રીન ફિલ્‍ડ ક્રિકેટ ગ્રાઉન્‍ડ જામનગર રોડથી ક્રિકેટ રમીને ટુવ્‍હીલર પર ઘરે આવતા હતા. તે વખતે બાઇક હું ચલાવતો હતો અને કિશન મારી પાછળ બેઠો હતો.

અમે પરા પપળીયાના પાટીયા થી થોડા આગળ પહોંચતા રોડ પર વક્રમ સોનારા સામેથી ચાલીને આવતો હતો અને તેના હાથમા કુહાડો હતો. જેને અચાનક જ કોઇ કારણસર અમારી ચાલુ ભાઇકમાં કુહાડાનો ઘા મારવા જતા હું નીચે ઝુકી જતાં પાછળ બેઠેલા કિશનને કપાળે લાગી ગયો હતો. આ હુમલાથી  હું તથા કિશન  બંને બાઇક સહિત પડી ગયા હતાં. વિક્રમે બીજો ઘા પણ માર્યો હતો. જેમાં કિશને હાથ આડો રાખતાં ઇજા થઇ હતી. આ પછી વિક્રમ ભાગી ગયો હતો. હું કિશનને હોસ્‍પિટલે લઇ આવ્‍યો હતો.

ડોક્‍ટરના કહેવા મુજબ મારા દિકરો કિશનને જમણા નેણની ઉપર કપાળના ભાગે ગંભીર ઇજા થયેલ છે અને જમણા હાથના ભાગે મુંઢ ઇજા થઇ છે. આ પછી હું, મારા કોૈટુંબીક ભાઇ જેહુરભાઇ અને અમારા ગામના સરપંચ વિક્રમભાઇ હુંબલ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન ખાતે ફરીયાદ કરવા ગયા હતાં. જયંતિભાઇના કહેવા મુજબ વિક્રમ ખંઢેરી ગામનો છે. તે ગમે તેની સાથે કારણવગર માથાકુટ કરતો રહે છે. પોલીસે સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડકોન્‍સ. પી. જી. ગોહિલે હાથ ધરી છે.

(2:34 PM IST)