તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
જન્મ થયાના ૨૪મા દિવસે જ બાળકનું મોત નિપજ્યું
માલધારી ફાટક પાસે રહેતું મજૂર દંપતિમાં શોકમાં ગરક

રાજકોટ તા.૧૬: ગોંડલ રોડ માલધારી ફાટક પાસે રહેતાં મુળ યુપીના દંપતિના ૨૪ દિવસની વયના પુત્રનું બેભાન થઇ ગયા બાદ મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
માલધારી ફાટક પાસે ગોપી પાનની ઉપર રહેતાં મુળ યુપીના અનિલકુમાર નિશાદના પત્નિએ ચોવીસ દિવસ પહેલા દિકરાને જન્મ આપ્યો હતો. ઝનાના હોસ્પિટલમાં અધુરા માસે જન્મ થયો હોઇ બાળક સારવાર હેઠળ હતો. દરમિયાન તેનું મૃત્યુ થતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. અનિલ કારખાનામાં મજૂરી કરે છે. દંપતિનું આ બાળક પહેલુ સંતાન હતો.
(2:33 PM IST)










