તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
શાપરના પારડીમાં રેલ કર્મચારીના પત્નિ પ્રીયા સિંગનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટ માર્કેટ યાર્ડમાં બટાટાની ગુણીઓ ભરેલા ટ્રકના ચોરખાનામાં છુપાવેલો ૩૩.૩૭ લાખનો દારૂ ઝડપાયો સ્થાનિક પોલીસ, ડીસીબી, પીસીબીને ગંધ ન આવીઃ સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી ગઇ આગ્રા યુપીના અલીમુદ્દીન તૈલી અને શૈતાનસિંહ નાઇ ઝડપાયાઃ મોકલનાર આગ્રાનો શખ્સ, ટ્રક માલિક અને મંગાવનારની શોધખોળ

રાજકોટ તા. ૧૬: શાપરના પારડી ગામે હનુમાન પાર્કની બાજુમાં નવા બિલ્ડીંગ પાસે રહેતી પ્રિયાબેન મોન્ટુભાઇ સિંગ (ઉ.વ.૨૬)એ ગઇકાલે સવારે ઘરે ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણીના પતિ મોન્ટુ સિંગ રેલ્વેમાં આસીસ્ટન્ટ લોકો પાયલોટ તરીકે નોકરી કરે છે.જાણવા મળ્યા મુજબ પ્રિયાબેનેગઇકાલે સવારે ઝેરી ટીકડીઓ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેનું મૃત્યુ થતાં શાપર પોલીસ મથકના એએસઆઇ એમ. વી. ચોૈહાણે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર પ્રિયાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા મોન્ટુ સિંગ સાથે થયા હતાં. તેણીને સંતાનમાં ચાર વર્ષનો એક દિકરો છે. આ બનાવમાં માવતર પક્ષ તરફથી આક્ષેપો થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રિયાબેનના સાસુએ કહ્યું હતું કે તેણી તેના પિયર બિહાર ખાતે ગઇ હતી અને ગત વીસમીએ પરત આવી હતી. તેણીએ કયા કારણે પગલુ ભર્યુ તેની તપાસ પોલીસ કરી રહી છે
(12:24 PM IST)










