તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
સંગીત જ સર્વસ્વ છેઃ અંકિતા ભટ્ટાચાર્ય
આજે રાજકોટના આંગણે જુના-નવા ગીતોનો ગુંજારવ ગાયત્રી ઇવેન્ટ અને ફેમેલી કલબ દ્વારા રાત્રે ૯.૪પ કલાકે બેનમુન આયોજન : યુવાઓમાં ટેલેન્ટ હોય તો તેને પરિવાર આગળ આવવાની તક આપેઃ અંકિતા ભટ્ટાચાર્ય : ગીતો બધા જ સારા છે માત્ર સમય નવો અને જુનો છે

અંકિતા ભટ્ટાચાર્યના સોશિયલ મીડીયા પર છે મીલિયન્સ ફોલોઅર્સ..! : યુવા પ્રતિભા અને ગાયિકા અંકિતા ભટ્ટાચાર્ય આજે રાજકોટના મહેમાન બન્યા છે. તેઓ સળંગ બે કલાક પર્ફોમ કરી રાજકોટવાસીઓને જૂના-નવા ગીતોની ભેટ આપવાના છે
સારેગામાપા વિજેતા અંકિતા ભટ્ટાચાર્યના સોશિયલ મીડિયામાં ફોલોઅર્સની સંખ્યા મીલિયન્સને વટાવી ગઇ છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ankita. bhattacharya. 90 પર7799k ફોલોઅસ ર્જયારે ફેઇસબુક એકાઉન્ટ ankita. bhattacharya પર1.2 મીલીયન ફોલોર્અસ જયારે યુટયુબ એકાઉન્ટ ankita. bhattacharya 1.07મીલીયન ફોલોર્અસ છે.
ટૂંક સમયમાં રિલીઝ થશે હોળીનું ગીત...
અંકિતા ભટ્ટાચાર્યએ અનેક ગીતો બંગાળી, તમીલ, હિન્દી વગેરે ભાષાઓમાં ગાયા છે. હોળીનો તહેવાર નજીકમાં જ છે જેના પર અંકિતાજીના મમ્મી સાસ્વતીજીએ ગીત લખ્યું છે જે બંગાળી ભાષામાં છે. જેનું રેકોર્ડિંગ થઇ ગયું છે જેને કમ્પોઝ પણ અંકિતા ભટ્ટાચાર્ય એ કર્યું છે તેણીએ તાજેતરમાં હનુમાન ચાલીસા, ચંદ્રચૂડા વગેરે તેમના યુટયુબ પર ધૂમ મચાવી રહ્યા છે નજીકના સમયમાં અન્ય ગીતો પણ આવવાના છે. નોંધનીય છે કે અંકિતા ભટ્ટાચાર્યના ગીતો સાંભળવા લોકોને ખુબ પસંદ છે. (૩.૧૮)
રાજકોટ તા.૧૪: સોૈ પ્રથમવાર આજે રાજકોટના આંગણે ધુરંધર ગાયિકા અંકિતા ભટ્ટાચાર્ય દ્વારા જુના- નવા અને અતિ લોકપ્રિય ગીતોની નોનસ્ટોપ રજુઆત કરી ગીતોનો વરસાદ કરશે. ગાયત્રી ઇવેન્ટ દ્વારા આજે હેમુગઢવી ઓડિટોરીયમ ખાતે રાત્રે ૯:૪૫ કલાકે આયોજીત આ કાર્યક્રમમાં ખાસ કલકતાથી આવેલા પોતાના બેન્ડ સાથે પર્ફોમ કરવાના છે. અકિલાના આંગણે તેઓ આવ્યા હતા અને સંગીતયાત્રા વિશે સૂરભરી વાતો કરી હતી.
અંકિતા ભટ્ટાચાર્યએ જણાવ્યુ કે તેઓ રાજકોટના સોૈ પ્રથમ વખત આવ્યા છે. અહિંની પોઝીટીવીટી મને ખુબ પસંદ આવી. તેણીએ કહયુ કે, હું પાંચ વર્ષની હતી ત્યારથી સંગીત શિખવાનુ શરૂ કર્યુ. મારા મમ્મી સાસ્વતીજી અને પિતા વાસુદેવજી બંને ખુબ સારૂ ગાય છે. પિતા ખુબ સારા શ્રોતા છે. ઘરથી જ મારી સંગીતની તાલીમ શરૂ થઇ. મારા માતા જે શિખ્યા હતા તેમણે જ મને તાલીમ આપવાનું શરૂ કર્યુ. જો કે ગીતો ગાવા પહેલા હું ડાન્સ કરતી હતી. મેં બે વર્ષ કથ્થકના કર્યા છે. જો કે માતા-પિતાને વધુ ગાવાને શોખ હતો એટલે મને ગાવામાં મોકલી. મને ગીત ગાવા સાથે ડાન્સ કરવો વધુ પસંદ છે.
અંકિતા ભટ્ટાચાર્ય પિયાનો, ગિટાર, બેઝ ગિટાર વગેરે પણ વગાડી જાણે છે. માતા પાસે શિખ્યા બાદ રાધા પોધો પાલ પાસે પヘમિ બંગાળમાં શાસ્ત્રીય સંગીત શિખ્યા હવે છેલ્લા ૧૨ વર્ષથી રથીજીત ભટ્ટાચાર્ય પાસે શિખી રહયા છે. વોઇસ મોડયુલેશન, વોઇસ થ્રો, ગાવાનું કઇ રીતે ગાઇ શકાય વગેરેની તમામ તાલીમ તેઓ આપે છે.
અંકિતાજી ગીતો ગાવાની સાથે ગીતો લખી જાણે છે. ૧૦માં ધોરણમાં તેઓ હતા ત્યારે પહેલુ ગીત લખ્યુ અને એ પણ બંગાળી ભાષામાં. તેઓએ ‘‘દિલ કે મહોલ્લે મેં'' ગીત લખ્યુ જેને કમ્પોઝ પણ તેણીએ કર્યુ. જેને લાખોમાં વ્યુઝ મળ્યા હતા.
વર્ષ ૨૦૨૫માં અંકિતા ભટ્ટાચાર્યને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો. અંકિતાજીએ બંગાળી ડ્રામામાં પણ અભિનય કર્યો છે. તેઓ મલ્ટી ટેલેન્ટેડ છે. રવિન્દ્રનાથ ટાગોરજી લીખીત ‘‘તાસીર દેસ'' નાટકમાં નાનકડો અભિનય પણ તેણીએ કર્યો છે.
તમારો હવેનો સંગીતયાત્રાનો માઇલસ્ટોન કયો હશે? અંકિતાજી કહે છે, મેં સારેગામાંપા એવોર્ડ જીત્યો પણ મારે બોલીવુડ અને સાઉથ મુવીમાં પ્લેબેક કરવુ છે એ મારૂ સપનું છે જોકે જીંગલ્સ વગેરે કર્યા છે. આજે રાજકોટમાં નવા-જુના બન્ને ગીતોની જમાવટ થવાની છે યુવાનો અને વડિલો બંનેને ગમે તેવા ગીતોની રમઝટ બોલશે.
અંકિતા ભટ્ટાચાર્ય કહે છે મને મન્ના ડે અને કિશોર કુમારના ગીતો વધુ પસંદ છે કારણ તેમના ગીતોની સ્ટાઇલ ખુબ યુનિક છે. તેથી તેમનાથી પ્રભાવિત છે. જો કે તેઓ આશાજીને તેમના આઇડલ માને છે. અંકિતાજીએ અનેક નામી ગાયકો સાથે ગીતો ગાઇ સ્ટેજ શેર કર્યુ છે.
જુના અને નવા બંને ગીતો ગાવ છો તો તમને બંનેમાં શું તફાવત લાગે છે? અંકીતાજીએ જણાવ્યું કે દરેક સંગીતનો એક સમય હોય છે સમય સાથે નવા ગીતો બને છે તે નવી જનરેશનને સાંભળવા ગમે છે જો કે બધા ગીતો સારા જ છે પણ સમય નવો અને જુનો છે.
સંગીત ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે ર૦૧૩ માં લીટલ ચેમ્પસ સારેગામામાં ભાગ લીધો ત્યાર બાદ દિલ હૈ હિન્દુસ્તાનીમાં મેં અને મારી માતાએ ભાગ લીધો જયાં રનર અપ રહયા અને ર૦૧૮-૧૯ માં બંગાળી સારેગામામાં ચેમ્પીયન બની અંકિતાજી કહે છે મને એવું લાગે છે કે આ જીત્યા પછીની જે પ્રોસેસ છે જેમાં બધાને જકડી રાખવા તે ખુબ અઘરૂ છે. મારો પ્રયાસ છેકે લોકો મને મારી ગાયકીથી યાદ રાખે.
અંકિતાજી કહે છે લાઇવ પ્રોગ્રામમાં જે ગીતો મને ન ગમે તે લીસ્ટમાંથી દુર કરૂ છુેં એક બંગાળી ગીત, તમીલ ગીત ગમે છે મારૂ ગીત કોમોલી જે બંગાળી છે તે મને ખુબ ગમે છે તેને વ્યુઝ પણ ખુબ મળ્યા છે જે બધુ જ મારા શ્રોતાઓથી શકય બન્યું છે.
સંગીતને એકલાઇનમાં વર્ણવું હોય તો શું કહેશો ? અંકિતાજી કહે છે મારા રૂમમાં હું રેકોર્ડીંગ કરૂ છું ત્યાં એક ફ્રેમ બનાવી રાખી છે જેમાં લખ્યુ છે, ‘‘મ્યુઝિક ઇસ એવરીથીંગ'' (સંગીત જ બધુ છે). આજે રાજકોટમાં અંકિતા તેમના બેન્ડ ‘‘અંકિતા એન્ડ સીકસીસ'' સાથે પફોર્મ કરશે. ઉલ્લેખનીય છે કે, અંકિતાજીના માતા બંગાળી રિયાલીટી શોમાં ચેમ્પીયન રહી ચુક્યા છે.
અંકિતાજી કહે છે, આજે કોઇનામાં ટેલેન્ટ હોય અને પરિવારને કારણે આગળ ન આવી શકતા હોય તો હું કહેવા માંગુ છું કે જો તમારા સંતાનોમાં ટેલેન્ટ હોય તો તેને આગળ આવવાની એક તક આપો.
આજે રાજકોટના કાર્યક્રમનું સંચાલન રાજકોટના મેઘા બારડ કરવાના છે અકિલાની શુભેચ્છા મુલાકાત વખતે જયેશભાઇ ઓઝા (૯૪ર૯૦ ૪પર૧૪) સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.(
(4:02 PM IST)










