<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

વસ્‍તી ગણતરી માટે મનપાને કર્મીઓના ફાફા ૫ હજારની જરૂરિયાત સામે ફકત ૨૫૦૦નો સ્‍ટાફ

 

રાજકોટ, તા.૧૪: શહેરની વસ્‍તી ગણતરી માટે મહાનગપાલિકાએ સ્‍ટાફની ગોઠવણીનો પ્રારંભ કર્યો છે. પરંતુ તમામ વોર્ડમાં ગણતરી માટે ૫૦૦૦ કર્મચારીઓની જરૂરીયાત હોવા છતા દરેક વિભાગમાંથી ઉછી ઉઘારા કરી તંત્ર માંડ ૨૫૦૦નો સ્‍ટાફ એકઠો કરતા ૫૦%ની ઘાટી પુરવા માટે હવે ધંધે લાગ્‍યુ છે અને નિયત સમય મુજબ વસ્‍તી ગણતરી પુરી થાય તે માટે હવે ખાનગી શાળાના સ્‍ટાફને તાલીમ આપી મેદાનમાં ઉતારવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. હાલ સ્‍ટાફના ફાફા હોવાથી તંત્ર મુંઝવણમાં મુકાઇ ગયુ છે.

(4:17 PM IST)