<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

ભાજપના રાષ્‍ટ્રીય પ્રવકતા ગોપાલ કૃષ્‍ણ અગ્રવાલની ઉપસ્‍થિતિમાં રાજકોટમાં યોજાઇ સૌરાષ્‍ટ્ર ઝોનની ઈન્‍ફલુએન્‍સર મીટ

 

રાજકોટ : સ્‍વતંત્ર ભારતનું ૮૦મું કેન્‍દ્રીય બજેટ કેન્‍દ્રીય નાણામંત્રી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલ હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી દ્વારા ગુજરાત રાજયમાં ‘‘બજેટ પ્રચાર અભિયાન ૨૦૨૬'' અંતર્ગત કાર્યક્રમ આ વર્ષના બજેટની મુખ્‍ય જોગવાઈઓના પ્રચાર-પ્રસાર માટે અંતિમ સ્‍તરે તેમજ ડિજિટલ માધ્‍યમથી વિવિધ પ્રવળત્તિઓનું આયોજન કરવા માટે સુચના આપેલ હતી. રાજકોટ શહેર કેન્‍દ્રીય બજેટના વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ સોશિયલ મીડિયાના શ્રી મનનભાઈ દાણી તેમજ રાજકોટ મહાનગરના સાેિશયલ મીડિયાના સંયોજક હાર્દિક બોરડના માર્ગદર્શન હેઠળ સૌરાષ્‍ટ્ર ઝોનની ઈન્‍ફલુએન્‍સર મીટ રાષ્‍ટ્રીય પ્રવકતા શ્રી ગોપાલ કળષ્‍ણ અગ્રવાલ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને કચ્‍છના ધારાસભ્‍ય શ્રી અનિરૂધ્‍ધભાઈ દવેની પ્રેરણાદાયી ઉપસ્‍થિતીમાં રાજકોટની ઈમ્‍પીરીયલ પેલેસ હોટલ ખાતે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેની અધ્‍યક્ષતામાં યોજાઈ હતી. આ ઈન્‍ફલુએન્‍સર મીટમાં સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી સાેિશયલ મીડિયાના માધ્‍યમથી પોતાના વીડીયો બનાવી લોકો સુધી વિવિધ સુવિધાઓ અને માહિતીઓ ઉપલબ્‍ધ કરાવતાં ૧૫૦ થી વધુ કન્‍ટેન્‍ટ ક્રિએટર્સ, પેઈજ ડેવલોપર્સ, વિવિધ ચેનલોના આર.જે. ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને કેન્‍દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ વિષે માહિતી મેળવી હતી. આ અંગે પ્રાસંગિક માહિતી આપતાં રાષ્‍ટ્રીય પ્રવકતા શ્રી ગોપાલ કળષ્‍ણ અગ્રવાલે જણાવ્‍યું હતું કે, આગામી સમય એ.આઈ. અને સોશીયલ મીડીયાનો છે જેથી ઈન્‍ફલુએન્‍સર અને કન્‍ટેન્‍ટ ક્રિએટર્સના શીરે માહિતીનું આદાન પ્રદાન કરવાની વિશેષ જવાબદારી  રહેશે. ભારત સરકાર આ માટે નકકર પગલાંઓ ભરવા જઈ રહી છે. તેના પ્રયાસના ભાગરૂપે સમગ્ર દેશની ૧૫૦૦ શાળાઓ અને ૫૦૦ જેટલી કોલેજોમાં ભવિષ્‍યની જરૂરિયાતને ધ્‍યાને લઈ કન્‍ટેન્‍ટ ક્રિએટર્સ બનાવી શકાય તે માટેની અદ્યતન લેબની સ્‍થાપના કરવાની જોગવાઈ વર્ષ૨૦૨૬-૨૭ ના બજેટમાં કરવામાં આવી છે. જેમાં ભવિષ્‍યમાં જરૂરીયાતને ધ્‍યાને લઈ ક્રમશઃ વધારો થતો રહેશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રજુ કરવામાં આવેલ બજેટમાં રૂ. ૧૨ લાખ કરોડ  જેટલી માતબર રકમ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ડેવલોપમેન્‍ટ માટે ફાળવવામાં આવી છે. જે ખુબ જ અગત્‍યની બાબત છે. તેઓએ વધુમાં ઉપસ્‍થિત ઈન્‍ફલુએન્‍સરના વિવિધ પ્રશ્‍નો બાબતે ચર્ચા કરી તેઓને ભવિષ્‍યમાં પત્રકારો અને પ્રેસ મીડીયાના પ્રતિનિધીને મળતાં લાભો અપાવવા કેન્‍દ્રમાં રજુઆત કરવાનો પણ આશાવાદ વ્‍યકત કર્યો હતો. આ ઈન્‍ફલુએન્‍સર મીટમાં પ્રદેશ મહામંત્રીશ્રી અને કચ્‍છ ધારાસભ્‍ય શ્રી અનિરૂધ્‍ધભાઈ દવેએ વિષયને અનુરૂપ માહિતી અને માર્ગદર્શન આપેલ હતું. આ તકે ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીએ શાબ્‍દિક સ્‍વાગત કરી કાર્યક્રમનું પ્રયોજન સમજાવેલ હતું. પ્રદેશ સાેિશયલ મીડિયાના સંયોજક મનનભાઈ દાણીએ ઈન્‍ફલુએન્‍સરને પડતી મુશ્‍કેલીઓ સંદર્ભ ચર્ચા કરી તેનું યોગ્‍ય નિરાકરણ લાવવાં પ્રયત્‍નશીલ બનવા ખાત્રી આપી હતી અને બજેટના સંદર્ભે ગુજરાત અને રાજકોટના ઈન્‍ફલુએન્‍સરને મળતાં લાભો વિશે ચર્ચા કરી હતી. આ ઈન્‍ફલુએન્‍સર મીટમાં રાષ્‍ટ્રીય પ્રવકતા ગોપાલ કળષ્‍ણ અગ્રવાલ, પ્રદેશ મહામંત્રી  અનિરૂધ્‍ધભાઈ દવે, પ્રદેશ સોશિયલ મીડીયાના સંયોજક મનનભાઈ દાણી, પ્રદેશ મીડિયા સંયોજક પ્રશાંત વાળા, પ્રદેશ અગ્રણી નિકુંજભાઈ ખાખી, પ્રદેશ કારોબારી અને ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ કારોબારી રાજુભાઈ ધ્રુવ, શહેર પ્રમુખડો. માધવ દવે, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, મહાનગરના સોશીયલ મીડિયા ઈન્‍ચાર્જ હાર્દિક બોરડ, શ્‍યામભાઈ ડાભી, અમીત બાવળેચા સહિત સમગ્ર સોશિયલ મીડિયાની ટીમમાંથી દર્શનભાઈ કાછડીયા, શ્‍યામ કટ્ટા, રાહુલ પરમાર, કુલદીપ અંબાસણા, પ્રતિક રાવલ, હેમલ વ્‍યાસ, અંકિત લાખાણી, મિત ગાંધી, અરવિંદ પાનસુરીયા, મિતુલ રૈયાણી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઈન્‍ફલુએન્‍સર મીટ કાર્યક્રમની આભારવિધી પ્રદેશ અગ્રણી નિકુંજભાઈ ખાખીએ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ સાેિશયલ મીડિયાના ઈન્‍ચાર્જ હાર્દિક બોરડ દ્વારા કરવામાં આવેલ હતું.

(3:30 PM IST)