<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

રેલનગરમાં ગમનભાઇ દવેનો પરિવાર હરિદ્વારથી પરત આવ્‍યો ત્‍યારે જ ઘરમાં આગ ભભૂકીઃ મોટી નુકસાની

કર્ણાવતી સ્‍કૂલ પાછળ મહર્ષિ દયાનંદ સરસ્‍વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે બનાવ ૧૪ દિવસ બાદ ગત રાતે પરિવારજનો ઘરે પહોંચ્‍યા ત્‍યારે દરવાજા નીચેથી ધુમાડા નીકળતાં હોઇ ફાયર બ્રિગેડને જાણ કરતાં ૨૫ મિનીટે આગ કાબુમાં લીધીઃ શોર્ટ સરકિટથી આગ લાગ્‍યાનું તારણ જ્‍યાં આગ ભભૂકી તે રહેણાંક અને અંદર બધુ બળી ગયું તે દ્રશ્‍યો તસ્‍વીરમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૪: રેલનગરમાં મહર્ષિ દયાનંદ સરસ્‍વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે રહેતાં બ્રાહ્મણ પરિવારના ઘરમાં આગ લાગતાં મોટી નુકસાની છે. ૧૪ દિવસથી આ પરિવારના સદસ્‍યો હરિદ્વાર જાત્રાએ હતાં. ગત મોડી રાતે  ઘરે પહોંચ્‍યા ત્‍યારે દરવાજા નીચેથી ધુમાડા નીકળતાં હોઇ તુરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને તપાસ કરતાં ઘરમાં આગ લાગી હોવાનું જણાતાં ફાયર હાઇડ્રોન સીસ્‍મટની મદદથી અને પાણીનો મારો ચલાવી પચ્‍ચીસેક મિનીટની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આ આગથી મોટી નુકસાની થયાનું જાણવા મળ્‍યું છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ રેલનગર કર્ણાવતી સ્‍કૂલ પાછળ મહર્ષિ દયાનંદ સરસ્‍વતિ ટાઉનશીપમાં છઠ્ઠા માળે બ્‍લોક નં. બી-૬૦૮માં રહેતાં ગમનભાઇ રતિલાલ દવે (ઉ.વ.૭૮) તેમના પરિવારજનો સાથે રહે છે. ચોૈદ દિવસ પહેલા ગમનલાલ દવે અને પરિવારના સદસ્‍યો ઘરને તાળા મારી હરિદ્વારની જાત્રાએ ગયા હતાં. ગત રાતે સાડા અગીયારેક વાગ્‍યે તેઓ પરત આવ્‍યા અને ઘરે પહોંચ્‍યા ત્‍યારે દરવાજા નીચેથી ધૂમાડા નીકળતાં હોઇ આગ લાગ્‍યાનું જણાતાં ૧૧૨માં જાણ કરતાં ત્‍યાંથી રાજકોટ ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો.

ફાયર બ્રિગેડ ટીમના રાજેન્‍દ્રસિંહ, લાલજી મેર, રસિક થોરીયા, યશપાલસિંહ, પૃથ્‍વીરાજસિંહ, મયુર ઝરીયા સહિતના સ્‍ટાફે તુરત પહોંચી છઠ્ઠા માળે લાગેલી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી અને પચ્‍ચીસેક મિનીટ બાદ આગ સંપુર્ણ કાબુમાં લીધી હતી. ઘરધણી ગમનભાઇ દવેના કહેવા મુજબ આગ શોર્ટ સરકીટથી લાગી હોવાની શક્‍યતા છે. બીજા રહેવાસીઓના કહેવા મુજબ બે દિવસ પહેલા લાઇનમાં ધડાકા થયા હતાં. આ પછી અમારા ઘરમાં ડીસી સ્‍વીચમાં સ્‍પાર્ક થવાને કારણે તણખા નીકળ્‍યા હોઇ કદાચ તેના કારણે આગ લાગી હશે.

આ આગમાં ઘરવખરી, શેટી, ગાદલા ગોદડા એમ બધુ જ બળી ગયું હોઇ મોટી નુકસાની થઇ છે. પરિવારજનો ચોૈદ દિવસથી હરિદ્વાર હતાં ગત રાતે પરત આવ્‍યા ત્‍યારે જ આગ ભભૂકી ઉઠતાં બીજા રહેવાસીઓ પણ મોટી સંખ્‍યામાં એકઠા થઇ ગયા હતાં. સદ્દનસિબે કોઇ જાનહાની થઇ નથી. તેમ ફાયર બ્રિગેડના સુત્રોએ જણાવ્‍યું હતું.

(3:01 PM IST)