તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
કોંગ્રેસ આપને દ્વાર': વોર્ડ નં.૧૫માં ઘરે ઘરે લોકસંપર્ક

રાજકોટઃ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ અને વોર્ડ નં. ૧૫ ના પ્રમુખ આરીફભાઈ ધોણીયા ના આયોજનથી દૂધ સાગર રોડ વિસ્તારમાં ‘કોંગ્રેસ આપને દ્વાર' કાર્યક્રમ અંતર્ગત ભવ્ય લોકસંપર્ક યોજાયો હતો. આ તકે વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ અને મકબૂલભાઈ દાઉદાની એ જનતાની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. શહેરપ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવીની પડખે ઉભી છે. લોકો ના પ્રશ્નો માટે અમારી ટીમ કોર્પોરેશનમાં કાયમ આક્રમક રહેશે. વોર્ડ નંબર ૧૫ ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટર માત્ર બોર્ડમાં જ નહીં, પણ રોજબરોજ પ્રજાની વચ્ચે રહીને ગટર, પાણી અને રસ્તાની પાયાની સુવિધાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવે છે.દૂધ સાગર રોડના રહીશોએ જણાવ્યું હતું કે, ‘‘અમારા કોર્પોરેટરો અમારી શક્તિ છે. તેઓ જનરલ બોર્ડમાં તંત્ર સામે લડે છે અને જમીન પર અમારી સેવા કરે છે.'' કોંગ્રેસના કોંગ્રેસ આપકે દ્વાર જન સંપર્ક કાર્યક્રમમાં વોર્ડ વાઇઝ ઠેર ઠેર લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.ે આવનારા દિવસોમાં લોકોના વિશ્વાસ ને કાયમી રાખી, પ્રજા લક્ષી રાજકોટના પ્રશ્નો નિરાકરણ કરીશું અને કોર્પોરેશનમાં કુશાસનની જગ્યાએ સુશાસન ની સ્થાપના કરીશું એવું રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું વોર્ડ નંબર ૧૫માં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા સહિત જસવંતસિંહ ભટ્ટી, વોર્ડ પ્રમુખ આરીફ ભાઈ ઘોણીયા, મહામંત્રી પ્રવિણભાઇ રોજાસરા, કોર્પોરેટરો મકબુલ ભાઈ દાઉદાણી, કોમલબેન ભારાઈ, તેમજ કાર્યકરો અકબરભાઇ પતાણી, અલતાફ રાઉમા, માવજી ભાઈ મકવાણા, મુકેશભાઈ કોળી, રમેશ ભાઈ ચુડાસમા, મનોજભાઈ મેવાસીયા, જગદીશભાઈ મકવાણા, રમેશભાઈ જાદવ, દીપકભાઈ સાકરીયા, મહંમદ અલી ચાનીયા, ઇમરાન સમા, રામદેવ સિંહ વાઘેલા, ઇમરાન પરમાર, હરેશ ભારાઈ, જયદીપભાઇ મયાત્રા, ખીમજીભાઇ ભાટી, રાહુલ સાકરીયા, અનિલભાઈ ભટ્ટી, ફારૂક શાહ સાહમદાર, સબીર ખાન બલોચ (દરબાર), વસીમભાઈ લુવાની, અલી ભાઈ પીનજારા, મહેબુબભાઇ દલવાડી, કુતુબભાઈ લાખાણી, દિલીપભાઈ નકુમ, અજમલભાઈ નકુમ, નિલેશભાઈ દેથરીયા, લલીતભાઈ પરમાર, સોયબ શાહમદાર, રમજાન રાઉમા, ફિરોજ કઇડા, ઇમરાન સુમરા, મંગલભાઈ નકુમ સહિતના આગેવાનો- કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(2:43 PM IST)










