<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ખોખડદળના અજય પર શિતળાધાર ૨૫ વારીયામાં પત્‍નિનો ધોકાથી હુમલો

પત્‍નિ રિસામણે હોઇ દિકરાને રમાડવા, કપડા આપવા ગયો'તો

રાજકોટ તા. ૧૩: કોઠારીયા પાસે ખોખડદળમાં રહેતો અને કારખાનામાં કામ કરતો અજય મનસુખભાઇ ચાવડા (ઉ.વ.૨૫) નામનો યુવાન સાંજે કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર ૨૫ વારીયામાં પોતાની પત્‍નિ રોશન રિસામણે માવતરે હોઇ પોતે પત્‍નિ સાથે રહેતાં દિકરાને રમાડવા, કપડા આપવા જતાં પત્‍નિ રોશન સહિતનાએ તું અહિ શું કામ આવ્‍યો કહી ઝઘડો કરી ધોકાથી માર મારતાં સારવાર માટે દાખલ થયો છે.

અજયના કહેવા મુજબ પોતાને સંતાનમાં તેર મહિનાનો પુત્ર રૂદ્રેશ છે. ઝઘડો થતાં કેટલાક દિવસથી દિકરાને લઇને પત્‍નિ રીસામણે જતી રહી છે. પોતે દિકરાને રમાડવા જતાં માથાકુટ કરી પત્‍નિ સહિતના તૂટી પડયા હતાં. સિવિલ હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(4:32 PM IST)