<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

વધુ ત્રણ લોકોના હૃદય બંધ પડયા

નહેરૂનગરના અયુબભાઇ ગાંજા, ભવાનીનગરના મુકેશભાઇ ઢાપા અને કુચયાદળમાં કૈલાસભાઇ ડીંડોરના મૃત્‍યુથી પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧૩: હૃદય બંધ પડી જવાથી વધુ ત્રણ લોકોના મૃત્‍યુ થયા છે. રૈયા રોડ નહેરૂનગરના પ્રોૈઢ, ભવાનીનગરના આધેડ અને કુચીયાદળ રહેતાં એમપીના યુવાનની જિંદગી હૃદય રોગના હુમલાને કારણે થંભી ગઇ હતી.

રૈયા રોડ નેહરૂનગર-૬મં રહેતાં અયુબભાઇ હુશેનભાઇ ગાંજા (ઉ.વ.૪૯) ઘરે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયુ હતું. અયુબભાઇ કરીયાણાની એજન્‍સી ચલાવતાં હતાં. તેઓ ત્રણ ભાઇમાં નાના હતાં અને સંતાનમાં બે પુત્ર છે.

બીજા બનાવમાં રામનાથપરા ભવાનીનગર-૭માં રહેતાં મુકેશભાઇ સુખાભાઇ ઢાપા (ઉ.વ.૪૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હૃદય રોગનો હુમલો આવી ગયાની શક્‍યતા સગાએ જણાવી હતી. મુકેશભાઇ ડંકી-બોરવેલનું કામ કરતાં હતાં. તે બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો તથા એક દિકરી છે. આ બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ અને એ-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં કુચીયાદળ ગામ જીઆઇડીસીમાં આવેલા સફર કારખાનામાં કામ કરી નજીકમાં રહેતાં મુળ મધ્‍યપ્રદેશના રતલામના કૈલાસભાઇ નારણભાઇ ડીંડોર (ઉ.વ.૪૦) ઓરડીમાં હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો થતાં બેભાન થઇ જતાં કુવાડવા આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક અહિ પાંચેક મહિનાથી રહેવા આવ્‍યા હતાં. સંતાનમાં બે દિકરી છે. એરપોર્ટ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ પરેશભાઇ સાંગાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:45 PM IST)