<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ભગવતીપરામાં પોપટપરાના ઇમ્‍તિયાઝ પર લૂંટના ઇરાદે બે શખ્‍સનો છરી-ધોકાથી હુમલોઃ ગંભીર ઇજા

 

કેટરર્સમાં મજૂરી કરતો યુવાન પાંચ દિવસના પગારની રકમ લઇ સાસુ-સસરાના ઘરે જતો હતો ત્‍યારે બનાવઃ સાગર અને આયુષને બી-ડિવીઝન પોલીસે દબોચી આકરી પુછતાછ કરી

રાજકોટ તા. ૧૩: શહેરના ભગવતીપરા વિસ્‍તારમાં ધોળા દિવસે લૂંના ઈરાદે હુમલો કરી રૂપિયા પડાવી લેવાયાની ઘટના બની છે.  કેટરર્સમાં મજૂરી કામ કરતા એક યુવાન પાસેથી પૈસા પડાવવા માટે બે શખ્‍સોએ તેને આંતરી, ગાળો આપી છરી અને ધોકા વડે હુમલો કરતાં સારવાર માટે દાખલ થયો છે. દારૂ પીવાના પૈસા માંગતા આ યુવાને ના પાડતાં બે શખ્‍સોએ ધોકાવ્‍યો હતો અને રોકડ પડાવી લીધી હતી. ઘટનાનો વિડીયો પણ વાયરલ થતાં પોલીસે આરોપીઓને સકંજામાં લઇ આકરી પુછતાછ કરી હતી.

 જાણવા મળ્‍યા મુજબ પોપટપરા શેરી નં. ૧૪માં રાધીકા ડેરી સામે રહેતો ઇમ્‍યિતાઝ અજીતભાઇ લંઘા (ઉ.વ.૨૭) ગઈકાલે બપોરે ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે કેટરર્સનું કામ પુરું કરી પોતાના છ દિવસનો પગાર ખિસ્‍સામાં લઈને ભગવતીપરામાં રહેતાં પોતાના સાસુના ઘરે પત્‍િ ન રોકાવા ગઇ હોઇ ત્‍યાં જતો હતો ત્‍યારે આશાબાપીર રોડ પર પહોંચતા રહેતા સાગર નામના શખ્‍સે અને તેની સાથેના અન્‍ય એક અજાણ્‍યા શખ્‍સે તેનેં આંતર્યો હતો અને તેની પાસે પૈસાની માંગણી કરી લૂટવાનો પ્રયાસ કર્યો હતો.

ઇમ્‍તિયાઝે પૈસા આપવાની ના પાડતા બંને શખ્‍સો ઉશ્‍કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્‍યા હતા. મામલો ઉગ્ર બનતા બંને શખ્‍સો પોતાના ઘરેથી લાકડાના ધોકા અને છરી જેવા હથિયારો લઈ આવ્‍યા હતા. હુમલાખોરોએ ઈમ્‍તિયાઝભાઈ પર તૂટી પડી જમણા હાથના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દીધો હતો, તેમજ ડાબા હાથે અને પગે ધોકા વડે આડેધડ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ભરબપોરે થયેલા આ હુમલાને પગલે આસપાસના લોકો દોડી આવતા બંને હુમલાખોરો ત્‍યાંથી નાસી છૂટયા હતા.

લોહીલુહાણ હાલતમાં યુવાનને ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. ઘટનાની જાણ થતા બી. ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ  કે.વી. ગોહિલે હોસ્‍પિટલ પહોંચી ઈમ્‍તિયાઝની ફરિયાદ નોંધી હતી. હુમલાની ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. પીઆઇ એસ. એસ. રાણેની

 

રાહબરીમાં સાગર શામજીભાઇ ઉધરેજીયા અને આયુષ રાજુભાઇ ભોજવીયાને (રહેર્.ી બંને ભગવતીપરા)ને પોલીસે પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે. 

ઇમ્‍તિયાઝે હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે તેણે ભગવતીપરાની યુવતિ સાથે લવમેરેજ કર્યા છે. યુવતિનું નામ પહેલા પૂનમ હતું, લગ્ન પછી મુશ્‍કાન કર્યુ છે. તેણી માતા-પિતાના ઘરે હોઇ પોતે તેને મળવા અને પૈસા દેવા જતો હતો ત્‍યારે આ ઘટના બની હતી.

(3:43 PM IST)