<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

સિવિલ હોસ્‍પિટલના ટીબી વોર્ડમાં પલંગ પરથી પટકાતા ૬૦ વર્ષના સિતાબેનનું મોત

વિરમગામ શાહપુરના વૃધ્‍ધા ટીબીની સારવાર માટે દાખલ હતાં

રાજકોટ તા. ૧૩: અમદાવાદ જીલ્લાના વિરમગામ તાબેના નાના શાહપુર ગામે રહેતાં સિતાબેન અરજણભાઇ બાવળીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધા રાજકોટ પીડીયુ સિવિલ હોસ્‍પિટલના ટીબી વોર્ડમાં સારવાર માટે દાખલ થયા હોઇ અહિ પલંગ પરથી પડી જતાં ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ સિતાબેનને ટીબીની અસર થઇ હોઇ તેના રિપોર્ટ કરાવ્‍યા બાદ રાજકોટ સિવિલમાં ગત ૧૦/૨ના રોજ દાખલ કરાયા હતાં. અહિ ગઇકાલે સવારે દસેક વાગ્‍યે તે ખાટલામાંથી પડી જતાં બેભાન જેવા થઇ ગયા હતાં અને સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં તબિબે રીટ્રોગેટ એમએલસી કેસ જાહેર કરી પોલીસને જાણ કરી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીમસાં નોંધ કરાવતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. સિતાબેનને સંતાનમાં ત્રણ દિકરા છે. પોલીસે મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યા બાદ પરિવારને સોંપ્‍યો હતો.

અગાઉ આ વોર્ડમાં બીડી પીતી વખતે એક વૃધ્‍ધ દાઝી ગયા હતાં, એ પહેલા વેન્‍ટીલેટરમાં શોર્ટ સરકીટ થયા હતાં. ત્‍યાં હવે એક વૃધ્‍ધા ખાટલામાંથી પડી જતાં મૃત્‍યુ થતાં ચર્ચા જાગી છે.

(3:42 PM IST)