<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

મીરા લૅડીઝ ક્‍લબ દ્વારા રરમીએ ઓપન રાજકોટ કૂકીંગ સ્‍પર્ધા : બાળકો માટે વેશભૂષા સ્‍પર્ધાનું આયોજન

કુલ પાંચ સ્‍પર્ધાઓ યોજાશે, ૧પ૦ થી વધુ બહેનો અને ૧૦૦ થી વધુ બાળકો ભાગ લેશે : ઇનામો અપાશે

 

રાજકોટ : આગામી તા. રર રવિવારના રોજ મીરા લૅડીઝ ક્‍લબ તથા નિપુણા ગૃપ ભાવનગરના સંયુક્‍ત ઉપક્રમે રાષ્‍ટ્રીય શાળા ખાતે બપોરે રઃ૩૦ વાગ્‍યાથી પાંચથી બાર વર્ષના બાળકો માટે વેશભૂષા સ્‍પર્ધાનું આયોજન કરેલ છે.

જેમાં ધાર્મિક વેશભૂષાને અનુરૂપ વષાો પહેરીને ભાગ લઇ શકાશે.

વધુમાં બે કેટેગરીમાં કૂકીંગ સ્‍પર્ધાનું (ઓપન રાજકોટ) આયોજન કરેલ છે.

જેમાં પાણીપુરી બનાવવાની સ્‍પર્ધા, તેમજ કોઇપણ પ્રકારનો સુકો નાસ્‍તો બનાવવાની સ્‍પર્ધા, ઉપરાંત હાઉઝી ગેમ પણ રમાડવામાં આવશે. કૂકીંગના જજ દર્શનાબેન ઉનડકટ સેવા આપશે.

રજીસ્‍ટ્રેશન કરાવનાર દરેક સ્‍પર્ધકને સ્‍યોર ગીફટ આપવામાં આવશે. ઉપરાંત બહેનો માટે ફેશન શો (રેમ્‍પ વૉક) સ્‍પર્ધા રાખેલ છે. જેમાં ડ્રેસ કોડ બ્‍લેક રાખેલ છે. બહેનો માટે ઐતિહાસિક પાત્રની વેશભૂષા સ્‍પર્ધા રાખેલ છે. આમ કુલ પાંચ પ્રકારની સ્‍પર્ધા યોજાએલ છે.

વિશેષ માહિતી માટે બિન્‍દુબેન ચાંદ્રાણી (૯૪ર૭પ૯પર૬૦) રાજકોટ, નિધિદાબેન કવિ (૯૮રપ૩૩૧૧૦ર) ભાવનગર અને નિકિતાબેન (૯૮ર૪૯૦૯૬૬૦) સુરતનો સંપર્ક કરવો.

તસ્‍વીરમાં બિન્‍દુબેન ચાંદ્રાણી, હેમાબેન ગઢીયા, પલ્લવીબેન ઠક્કર અને દિપ્તીબેન ગોકાણી નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:41 PM IST)