News of Friday, 13th February 2026
સાયબર ફ્રોડના ૪૦૦ કરોડમાંથી ૧૬ કરોડ ઉપાડી લીધા : ! પડધરીમાં ૧૦ શખ્સો સામે ગુન્હો નોંધાયો
રાજકોટના જય નાદપરા, મનીષ કમાણી, પ્રવિણસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ વાઘેલા અને ગોંડલના રૂષીત રૈયાણીની ધરપકડઃ ૪ શખ્સોની શોધખોળ

રાજકોટ, તા., ૧૩: સાયબર ફ્રોડના ૪૦૦ કરોડના નાણાની હેરફેર માટે એકાઉન્ટ ભાડે આપી ૧૦ શખ્સોએ પડધરીના મોવીયા ગામની યસ બેંકમાંથી ૧૬ કરોડ ઉપાડી લીધાની પડધરી પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે. રૂરલ સાયબર ક્રાઇમ ૧૦ શખ્સો પૈકી ૬ શખ્સોની ધરપકડ કરી અન્ય ૪ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ રૂરલ સાયબર ક્રાઇમના હેડ કો. પ્રકાશભાઇ વિરાભાઇ ડાંગરએ આરોપી (૧) જય મનસુખભાઈ નાદપરા રહે. ફુલેટ નં ૨૦૧ વ્રજગંગા એપાર્ટમેન્ટ અંબીકા ટાઉનશીપ મવડી રાજકોટ / (૨) રૂષીત તુલશીભાઇ રૈયાણી રહે. ગોંડલ તક્ષશિલા સોસાયટી (૩) મનિષ છગનભાઇ કમાણી રહે. તીર્થ એપાર્ટમર્મોન્ટ કુવાડવા રોડ રાજકોટ- (૪) પ્રવિણસિંહ ભુપતસિંહ પરમાર રહે.રાધા મીરા.૩, મોરબી રોડ રાજકોટ(૫) મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા રહે, મહેશ્વરી સોસા, રાજકોટ,(૬) આદિલ ઉદ્દીન રહે.હેદરાબાદ (૭) લાલોભાઇ ઉર્ફે યાજ્ઞીક ઝાલાવાડીયા રહે.ગોંડલ, (૮) હર્ષીલ નિલેશભાઇ શાહ રહે. વર્ધમાનનગર ગોંડલ (૯) મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા રહે. રાધા મીરા પાર્ક.૩ મોરબી રોડ રાજકોટ તથા (૧૦) ભરતસિંહ પરમાર રહે. મુંબઇ, સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ હું આરોપી નંબર (૧) જય નાદપરાએ પોતાના અલગ અલગ છ અને તપાસમાં નિકળે એ અન્ય અલગ અલગ એકાઉન્ટ દ્વારા આશરે રુપીયા બસો કરોડથી વધુ અલગ અલગ વ્યકિતઓ પાસેથી મેળવેષ જે માથી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલ રકમ રૂ. ૧૪,૧૨,૨૯,૪૫૩ જેટલી છે, જે પૈકી અલગ અલગ અકાઉન્ટ ૫૨ ૮૫ જેટ લી અલગ અલગ ભારત ભરના રાજ્યો માથી NCCRP, ૧૯૩૦ પોર્ટલ પર અરજીઓ છે. તથા આરોપી નં. (૨) કળષીન રૈયાણી નાઓ દ્વારા પોતાના મિત્ર આરોપી નં. (૮) નાઓનો આરોપી નં.(૧) સાથે સંપર્ક કરાવી આરોપી નં.(૧) ના બા તામાં અલગ અલગ ચાર થી પાંચ ટ્રાજેકશન મારફતે સાયબર ફ્રોડ દ્રારા મેળવેલ આશરે એકાદ કરોડ જેટલા નાણા નું વિ ડ્રોઅલ કરાવડાવેલ અને જે પેટે આરોપી નં. (૧) અને (૨) નાઓને કમીશન મળેલ છે. તથા આરોપી નંબર (૩) મનિષ છગનભાઈ કમાણી રહે. તીર્થ એપાર્ટમર્મોન્ટ કુવાડવા રોડ રાજકોટ વાળાએ પોતાના અલગ અલગ એકાઉન્ટ મારફતે આશરે ૧૫૦ કરોડથી વધુ રકમનુ સાયબર ફોડના ફંડનુ વીડોબલ કરી કરાવડાવી જે પૈકી ભારત ભરના અલગ અલગ સજ્યોમાંથી NCCRP ૧૯૩૦ પોર્ટલ પર ૩૧ જેટલી અરજીઓ છે. આ અરજીઓમાં ૧,૪૩,૦૫, ૮૪૦, જેટલી રકમ રીપીટ થયેલી છે. તેમજ આરોપી નંબર (૩) મનિષ છગનભાઈ કમાણી તથા આરોપી નંબર (૪) પ્રવિણસિંહ ભુપતસિંહ પરમાર રહે. રાધા. મીરા.૩, મોરબી રોડ, રાજકોટ તથા આરોપી નંબર (૫) મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા મો.નં ૯૯૧૩૪૦૫૩૮૩ રહે. મહેશ્વરી સોસા. રાજકોટ વાળાઓ આરોપી નંબર (૧) જય નાદપુરા તથા આરોપી નંબર (૬) આદિલ ઉદ્દીન મો.નં ૭૭૯૯૧૯૯૯૬૩ સૌ. હૈદરાબાદ વાળા સાથે સાયબર ફોડને લગત ફડની વીડોખલ મા સંકળાયેલ હતા, આરોપી નંબર (૧) જય નાદપરા નાઓએ જયોત ટ્રેડીંગના યશ બેંક વાળા મોવીયા બ્રાન્ચના એકાઉન્ટ મારફત આરોપી નંબર (૧) આદિલ ઉદ્દીનના અલ. ફાઝિલ તથા અલમુનીર તથા અલ આદિલ નામના અકાઉન્ટ પેર ફડીંગના વીડ્રોઅલ ના વ્યવહાર કરેલ છે, તથા આરોપી નંબર (૭) લાલાભાઈ . ઉર્ફે યાજ્ઞીક ઝાલાવાડીયા ૨હે. ગોડલ વાળા ઓના મા આશાપુરા એન્ટરપ્રાઈઝ નામની પેઢીના અકાઉન્ટ દ્રારા આરોપી નંબર (૧) ના અલગ અલગ અકાઉન્ટ પર સાયબર ફોડને વગત ફંડની વીડ્રોઅલ મા સંકળાયેલ હતા. તથા આરોપી નં. (૮) હર્ષિલ નિલેશભાઈ શાહ નાઓએ આ રોપી નં.(૨) ની ઓળખાણથી આરોપી નં.(૧) નાઓ સાથે મળી સાયબર ફોડના નાણા આરોપી નં. (૧) પાસેથી વિડ્રોઅલ કરાવેલ હતા. તથા આરોપી નંબર (૯) મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા રહે. રાપા મીરા પાર્ક.૩ મોરબી રોડ રાજકોટ નાઓએ આરોપી નં. (૧૦) નાઓ દ્રારા સાયબર ફ્રોડના નાણા આરોપી નં.(૩) નાઓને બેંક ટ્રાજેક્શન મારફતે મોકલી આ રોપી નં. (૩) નાઓ દ્રારા તે નાણા કેશ કરી આપી આરોપી નં. (૪) નાઓને પહોંચાડી આરોપી નં. (૪) નાઓ દ્રારા તે ના ણા આરોપી નં.(૯) નાઓને પહોંચાડી આરોપી નં.(૯) નાઓ દ્રારા તે રકમ આરોપી ન. (૧૦) નાઓની સુચના મુજબ આ ગળ પહોંચાડવામાં આવતી હતી. જેમાં આરોપી નંબર (૧૦) ભરતસિંહ પરમાર શ્રી મહાદેવ એ ન્ટરપ્રાઇઝ મારફતે આરોપી નંબર (૩) નાઓને સાયબર ફોડને લગત ફંડની વીડ્રોઅલ મોકલતા જેને રોકડમા ફેરવી આરો પી નંબર (૩), આરોપી નંબર (૪) નાઓને પહોંચાડતો હતો, જે ફૂડ આરોપી નંબર (૪) નાઓ આરોપી નંબર (૯) નાઓને આપતા, અને આરોપી નંબર (૯) નાઓ આરોપી નંબર (૧૦) ની સુચના મુજબ આગળ આંગડીયા મારફતે જેતે ને મો કલી આપતો. જે વ્યવહારમાં આરોપી નંબર (૩) દ્વારા અલ્ટ્રાસ્પાઈસ એફ.એમ.સી.જી. યસ બેંક એકા. નં. ૧૧૦૪૮૯૪ ૦૦૦૦૦૧૨૫ મારફતે આરોપી નંબર (૬) સાથે મોટા ફંડીંગના વીડ્રોઅલના વ્યવહાર કરેલ, તથા આરોપી નંબર (૫) ના ઓએ આરોપી નંબર (૪) ની ઓળખાણ તથા ફંડીંગના વીડ્રોઅલ માટે આરોપી નંબર (૬) ને રાજકોટ ખાતેથી આંગડીયા મારફતે ફંડીંગના વિડ્રોઅલના વ્યવહાર કરેલ. આમ આ તમામ તથા અન્ય આરોપીઓ દ્વારા આશરે ૪૦૦ કરોડ થી વધુના ગેર કાયદેસર સાયબર ફ્રોડને લગત ફંડની વીડ્રોઅલની પ્રવુતીમા સંકળાયેલ હતા. જેમાથી કુલ ૧૬,૦૭,૬૦,૦૩૩ જેટલી રકમ NCCRP.૧૯૩૦ પોર્ટલ પર કુલ ૧૧૬ જેટલી અરજીઓ છે. જે પૈકી ગુજરાત રાજયના અમુક અરજદારોનો ટે લીફોનીક સંપર્ક કરી તેઓની ટેલીફોનીક પુછપરછ કરતા તેઓની સાથે અલગ અલગ માધ્યમ અને અલગ અલગ પધ્ધતિથી સાયબર ફ્રોડ થકી છેતરપીંડી થયેલ હોવાની હકિકત જણાવેલ છે. જેથી આ રકમ અલગ અલગ ભોગબનનારાઓ સાથે ડી જીટલ માધ્યમો દ્રારા સાયબર ફ્રોડ કરી છેતરપીંડી થી મેળવેલી રકમ હોવાનુ જણાયેલ છે.
આ ફરીયાદ અન્વયફે પડધરી પોલીેસે ઉકત દસ શખ્સો સામે ગુન્હોદાખલ કર્યો હતો. રૂરલ સાયબર ક્રાઇમની ટીમે આ ગુન્હામાં આરોપી જય નાદપરા, મનીષ કમાણી, પ્રવિણસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા રે. રાજકોટ તથા રૂષીત રૈયાણી રે. ગોંડલની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરી છે અને અન્ય ૪ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
(4:30 PM IST)










