<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

રવિવારે રામનાથ મંદિરેથી વિશાળ શિવ શોભાયાત્રા

દશનામ ગોસ્‍વામી સમાજ દ્વારા આયોજન : સોમનાથ મહાદેવનો થ્રીડી ફલોટ સાથેનો મુખ્‍ય રથ આકર્ષણ જમાવશે : અઘોરી ટીમ દ્વારા તાંડવ નૃત્‍ય : ૨૫૦૦૦ ભાંગની બોટલો પ્રસાદરૂપે વિતરણ કરાશે

રાજકોટ તા. ૧૩ : દર વર્ષની જેમ આ વર્ષે પણ દશનામ ગોસ્‍વામી સમાજ ટ્રસ્‍ટ દ્વારા તા.૧૫ના રવિવારે મહાશિવરાત્રી નિમિતે શિવ શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્‍યુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવેલ કે રાજકોટના રાજા સ્‍વયંભુ રામનાથ મહાદેવનો ઈતિહાસ સાથે શ્રી શિવ શોભાયાત્રા ત્‍યાથી પ્રસ્‍થાન કરવામાં આવશે. મુખ્‍ય આકર્ષણમાં સોમનાથ મહાદેવનો થ્રીડી ફલોટ ૧૭ ફુટ ઉચાઈ સાથે મુખ્‍ય રથ તરીકે રાખવામાં આવશે.

તથા અન્‍ય ૧૧ જયોતીલીંગના પણ ફ્‌લોટ શોભાયાત્રામાં સમાવેશ કરવામાં આવેલ છે. મુખ્‍ય ફલોટ સોમનાથ મહાદેવ મંદીરનો હશે. જે આર્ટીસ્‍ટ અશ્વીનભાઈ પ્રજાપતિ ધ્‍વારા તૈયાર કરવામાં આવેલ છે.

આ શિવશોભાયાત્રા બપોરે ૧.૩૦ થી સ્‍વયંભુ રામનાથ મહાદેવ મંદીરથી પ્રસ્‍થાન કરશે. બાદમાં રામનાથપરા ચોક, રામનાથ સ્‍મશાન, રામનાથ પુલ, પાંજરાપોળ ચોક, ભાવનગર રોડ, ડીલક્ષ ચોક, રણછોડદાસ બાપુ આશ્રમ, પારુલ ગાર્ડન રોડ, બાલક હનુમાનજી મંદીર ચોક, ઉદયભાઈ કાનગડ ધારાસભ્‍યની ઓફીસ, પટેલવાડી સંતકબીર રોડ, પેડક રોડ, સેટેલાઈટ ચોક, ૮૦ ફુટ રોડ, કાર્તિક પાર્ટી પ્‍લોટની સામે પુર્ણાહુતી થશે.

૫ વિષેશ આકર્ષણોમાં ઉજજૈનથી શીવ અઘોરીની ટીમ ૨૨-વ્‍યકિત સાથે શીવત્રાંડવ નુત્‍ય રજુ કરશે. આ અધોરી ટીમ ધ્‍વારા આ શોભાયાત્રામાં શીવ મહીમાનુ નળત્‍ય સમગ્ર રૂટ દરમ્‍યાન રજુ કરાશે.

શિવ શોભાયાત્રા દરમ્‍યાન ૨૫,૦૦૦ ભાંગની બોટલ પ્રસાદ રૂપે સમગ્ર યાત્રા દરમ્‍યાન વિતરણ કરાશે. ઉપરાંત કોઇ એક શીવ ઉપાશક અને ભાગ્‍યશાળી ભક્‍તને મળશે ચાંદીનો મઢેલો રૂદ્રાક્ષ પારાની પ્રસાદી તથા ચાંદીનું બીલીપત્ર.

સમગ્ર શિવ શોભાયાત્રાના રૂટ પર તમામ ચોક ઉપર ઠંડાપીણા તથા અન્‍ય સંસ્‍થા ધ્‍વારા સ્‍વાગત કરાશે. શિવ શોભાયાત્રામાં સૌકોઇને જોડાવા જાહેર અનુરોધ કરાયો છે.

આ શોભાયાત્રાની પુર્ણાહુતી કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ, ક્રાંતી સમાજ માનવ સમાજ સેવા ટ્રસ્‍ટની બાજુમાં પુર્ણાહુતી કરવામાં આવશે. ત્‍યારબાદ રાત્રે ૮ વાગ્‍યે મહાઆરતીનુ આયોજન કરવામાં આવેલ છે. જયાં તમામ ભક્‍તો માટે ફરાળની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે ટ્રસ્‍ટના મો.૮૩૨૦૩ ૦૯૯૫૯ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંજયગીરી બચુગીરી ગોસ્‍વામી, મૌલિકગીરી ભવાનગીરી ગોસ્‍વામી, રાજેશગીરી ઇશ્વરગીરી ગોસ્‍વામી, મયુરજતી હસમુખજતી ગોસ્‍વામી, કીરીટગીરી માધવગીરી ગોસ્‍વામી, હંસગીરી સુરેશગીરી ગોસ્‍વામી, લખનગીરી પ્રભાતગીરી ગોસ્‍વામી, હિતેષપરી પ્રવિણપરી ગોસ્‍વામી, ડો. મનીષગીર કાંતિગીરી, લખનગીરી પ્રભાતગીરી, અશ્વિનગીરી જેન્‍તીગીરી, હસમુખગીરી ગોપાલગીરી, રશ્‍મીનગીરી નારણગીરી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:25 PM IST)