<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

મહાપાલિકાનું બજેટ સુચારૂ, પણ વેરા બીલમાં ચક્રવૃદ્ધિ વ્‍યાજનો નિર્ણય ખોટો

શાસકોના નિર્ણયને વધાવવા સાથે યશવંત જનાણીનું સૂચન

રાજકોટ તા.૧૩: સમાજ સેવા સંગઠક યશવંતભાઈ જનાણીએ રાજકોટ મ્‍ય.કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને સભ્‍યોનો આભાર માનતા જણાવેલ કે, મ્‍યુનિ. કમિશ્નર શ્રી દ્વારા સુચવેલા પાણીવેરામાં અને ગાર્બેજ ટેક્ષમાં વધારાને ૨૦૨૬-૨૭ નું બજેટમાં ફગાવી દઈ જનતાની સાચી સેવા કરી છે.

પરંતુ મકાનવેરામાં આંશિક વ્‍યાજ માફી કે રૂ. ૫૦૦૦/-ની રાહત રાજકોટની જનતાને જોઈતી નથી તેઓને વાર્ષિક ૧૮%લેવાતો વ્‍યાજદર અને બીલ ન ભરે તો તેના ઉપર ચડતું ચક્રવળદ્ધિ વ્‍યાજ જો માફ કરી દે તો ગરીબ અને મધ્‍યમવર્ગની જનતાને મોટો ફાયદો થશે તેવું સુચન છે. મકાનવેરામાં બીલ ન ભરવા ને કારણે લેવાતા વ્‍યાજનો દર ઓછામાં ઓછો ૫-૬ ટકાનો હોવો જોઈએ. તેમ અંતમાં યશવંત જનાણીએ જણાવ્‍યુ છે.

(3:11 PM IST)