તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
વધારાના ૯૫ કરોડનો કર વધારો નામંજુર કરી પ્રજાલક્ષી હળવું ફુલ બજેટઃ મનીષભાઇ રાડીયા
અંદાજપત્રને આવકારતા શાસક પક્ષ દંડક

રાજકોટઃ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૫૯૫.૭૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરેલ. રાજકોટની જનતાને નવા નાણાંકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા, સગવડ મળે એ માટે બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવી કુલ ૨૩ યોજનાઓ સામેલ કરી કુલ રૂ.૩૬૦૪.૯૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવેલ છે. રેસકોર્ષ સંકુલ તે રાજકોટ શહેરની મધ્યમાં આવેલ રમત ગમત તથા રીક્રીએશનલ સુવિધાનું સેન્ટર છે. રેસકોર્ષ સંકુલના નવિનીકરણનો મુખ્ય ઉદ્દેશ સરળ પરિવહન તથા શહેરના તમામ વર્ગના લોકો જેવા કે, બાળકો, યુવાનો તથા સિનિયર સિટીઝન લોકો માટે રેસકોર્ષની સુવિધાઓમાં વધારો કરવો તથા તેમની રેસકોર્ષ સંકુલની મુલાકાત સુખદ રહે તે છે. મહાપાલિકાના મહેસુલ ખર્ચને પહોંચી વળવા કમિશનરશ્રીએ બજેટમાં ૯૫ કરોડનો કરવેરો સૂચવ્યો છે. પરંતુ રાજકોટની પ્રજાને હાલના કરવેરાનું પૂરૂ વળતર મળે, સેવાઓનો સંતોષ વધે અને વધુ સુવિધાઓ મળે એ વાત ધ્યાને લઇ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવેલ છે. ઓછા માં ઓછા સાધનોનો વધુ માં વધુ ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચે તે માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ફરી એક વખત પોતાની સંકલ્પબધ્ધતા વ્યક્ત કરી છે. વધારાના નવા ૯૫ કરોડનો કરવધારો નામંજૂર કરી પ્રજાલક્ષી ૅહળવું ફૂલૅ બજેટ રજુ કરવા બદલ હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર તથા સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટની ભેટ રાજકોટવાસીઓને આપવા બદલ મેયર વોર્ડનં.૨ના કોર્પોરેટર અને શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર અને સમગ્ર ટીમનો અભિનંદન સાથે આભાર માનેલ છે.
(4:19 PM IST)










