તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
બજેટ આધુનિક - સ્માર્ટ સીટીની દિશામાં વધુ એક પગલું : મગનભાઇ સોરઠીયા
અંદાજપત્રને આવકારતા એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૫૯૫.૭૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરેલ. રાજકોટની જનતાને નવા નાણાંકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા, સગવડ મળે એ માટે બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવી કુલ ૨૩ યોજનાઓ સામેલ કરી કુલ રૂ.૩૬૦૪.૯૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવે છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા જાહેર સ્થળોએ આધુનિક ટેકનોલોજી સાથેના ૬૦ એલ.ઇ.ડી. બોર્ડ ઉભા કરવામા આવશે, જે આધુનિક અને સ્માર્ટ સીટીની દિશામાં વધુ એક પગલુ બની રહેશે, જેનાથી શહેરનું બ્યુટીફીકેશન વધશે, શહેરીજનોને નાગરિક સુવિધાઓ અને જનસુખાકારી અંગેના મેસેજ આ એલ.ઈ.ડી. થકી મોકલી શકાશે. સાથોસાથ પરંપરાગત હોર્ડીંગ બોર્ડમાં થતા પ્લાસ્ટિક (ફ્લેક્સ)ના વપરાશને ધટાડી શકાશે. એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન મગનભાઇ સોરઠીયા તથા સભ્યઓ કીર્તિબા રાણા, પરેશભાઇ ડી પીપળીયા, કંચનબેન સિધ્ધપુરા અને બાબુભાઇ ઉધરેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો અભિનંદન સાથે આભાર માનેલ છે.
(4:04 PM IST)










