તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
મનપાને વ્યાજ માફી યોજના હેઠળ ૨.૫૭ કરોડની આવક
ગઇકાલથી આજે બપોર સુધીમાં

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને રાહત આપવા હેતુસર મિલ્કત વેરા તથા પાણી વેરા પર વ્યાજ માફી યોજના આજે તા. ૧૧/૦૨/૨૦૨૬થી અમલમાં મુકવામાં આવી છે, જેમાં ગઈકાલથી આજ તા.૧૨-૦૨-૨૦૨૬ના રોજ બપોર સુધીમાં નાગરિકોએ રૂ.૨.૫૭ કરોડનો વેરો ભરપાઈ કરેલ છે. શહેરના મિલ્કતધારકો પર બાકી રહેલ કરની રકમ પર ચડત વ્યાજમાં રાહત મળે તે હેતુથી આ વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે.
(4:03 PM IST)










