તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
કરબોજ વિનાનું પ્રજાલક્ષી બજેટ : દિલીપભાઇ લુણાગરીયા

રાજકોટઃ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૫૯૫.૭૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરેલ. રાજકોટની જનતાને નવા નાણાંકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા, સગવડ મળે એ માટે બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવી કુલ ૨૩ યોજનાઓ સામેલ કરી કુલ રૂ.૩૬૦૪.૯૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવે છે., વધારાના નવા ૯૫ કરોડનો કરવધારો નામંજૂર કરી, પ્રજાલક્ષી બજેટ રજુ કરવા બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમન જયમીનભાઈ ઠાકર તથા સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટની ભેટ રાજકોટવાસીઓને આપવા બદલ શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક સમિતિ ચેરમેન દિલીપભાઇ લુણાગરીયા તથા સભ્યઓ ભારતીબેન મકવાણા, મિતલબેન લાઠીયા, દક્ષાબેન વાઘેલા અને બાબુભાઇ ઉધરેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો અભિનંદન સાથે રાજકોટના નાગરીકો વતી આભાર માનેલ છે. (૯.ર૬)
(4:02 PM IST)










