તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
મહાનગરપાલીકાના ઇન્ટર સ્ટાફ વચ્ચે કાલે બેડમિન્ટન ટુર્નામેન્ટ : સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનનું આયોજન

રાજકોટ તા. ૧૨ : મહાપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળાની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની એસ.પી.વી. ‘રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન' દ્વારા કાલે ઇન્ટર સ્ટાફ બેડમીન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે.
રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓમાં શિસ્ત અને શારીરિક ફિટનેસ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તેવા ઉમદા હેતુ માટે રમત ગમત ખુબ જ અગત્યની બાબત હોઈ, જે અન્વયે તા.૧૩ના શુક્રવારે સવારે ૯ કલાકે શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, મવડી ખાતે રાજકોટ મહાનગરપાલિકા ઇન્ટર સ્ટાફ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ફિક્સ પગારધોરણમાં તથા કાયમી કર્મચારીઓને એક પરિપત્ર કરી મહાનગરપાલિકાની તમામ શાખા/વિભાગમાં જાણ કરી રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવેલ.
આ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૫૧૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૨૧૦૦ અને તળતિય વિજેતાને રૂ.૧૧૦૦ રોકડ પુરસ્કાર તથા મેડલ આપવામાં આવશે.
(4:01 PM IST)










