<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

બજેટમાં મહિલા સુરક્ષીત સફર યોજના બહેનો માટે મોટી ભેટઃ મહિલા કોર્પોેટરોને એક સુર

અંદાજપત્રને આવકારતા તમામ મહિલા કોર્પોરેટરો

 

 

રાજકોટઃ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૫૯૫.૭૦ કરોડનું ડ્રાફ્‌ટ બજેટ રજુ કરેલ. રાજકોટની જનતાને નવા નાણાંકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા, સગવડ મળે એ માટે બજેટમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા નવી કુલ ૨૩ યોજનાઓ સામેલ કરી કુલ રૂ.૩૬૦૪.૯૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવે છે.

રાજકોટ શહેરની મહિલાઓને નવા નાણાંકીય વર્ષની ભેટ સ્‍વરૂપે ‘મહિલા સુરક્ષિત સફર યોજના'ની જોગવાઇ આગામી વર્ષના બજેટમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા ઉમેરવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજકોટ શહેરમાં ઝોન વાઇઝ ત્રણ સીટી બસ(આર.એમ.ટી.એસ.)ના રૂટ પર ખાસ ‘પિંક બસ' ફક્‍ત મહિલા મુસાફરી માટે કાર્યરત કરવામાં આવનાર છે, જેમાં ડ્રાયવર તેમજ કન્‍ડક્‍ટર પણ મહિલા રહેશે. આ યોજના અંતર્ગત મુસાફરી કરનાર મહિલા પોતાનું આઇ.ડી. કાર્ડ તથા મુસાફરી પાસ રજુ કરીને મુસાફરીનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત પિંક બસમાં તેની માતા સાથે ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોને ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે.

 તમામ મહિલા કોર્પોરેટરો  મેયર નયનાબેન પેઢડીયા, પુર્વ કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, વિધાન સભા ૬૯ ધારાસભ્‍ય  ડૉ.દર્શીતા શાહ, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ સહિતના તમામ મહિલા કોર્પોરેટરો દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરનો અભિનંદન સાથે રાજકોટ શહેરની તમામ મહિલાઓ વતી આભાર માનેલ છે.

(4:00 PM IST)