તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
ગોકુલધામ આવાસ યોજના કવાર્ટરમાં ૧૫ દિ'થી પાણીના ધાંધીયા
મહિલા અગ્રણી સરલાબેન પાટડીયાએ તંત્રને ઢંઢોળ્યુ

રાજકોટઃ લોક સંસદ વિચાર મંચના સામાજિક મહિલા અગ્રણી, જિલ્લા નારી સુરક્ષા સમિતિના મહામંત્રી સરલાબેન પાટડીયા ની યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૨ માં કળષ્ણનગર મેઇન રોડ પાસેની ડાલી બાઈ છાત્રાલય પાસેના ગોકુલધામ આવાસ યોજના ક્વાર્ટરમાં છેલ્લા પખવાડીયા થી પાણીના ધાંધિયા ચાલુ થયા છે. પાણી ૨૦ મિનિટ આવતું નથી. આવાસ યોજના પાસેનો પાણીનો વાલ્વ બદલતા પાણી અપૂરતું આવી રહ્યું છે પાણી વેરો ભરવા છતાં અને છતે પાણીએ આ વિસ્તારના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે.(૨.૨૦)
(4:18 PM IST)










