<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

‘પુરાતત્‍વ મહારત્‍ન', પુરાતત્‍વવિદ પી.પી.પંડયાની આજે પૂણ્‍યતિથિ

૩૯ વર્ષની આયુમાં પ્રાગૈતિહાસીક, આધ્‍ય ઐતિહાસીક અને ઐતિહાસીક સમયના ૨૦૦ ઉપરાંત સંશોધનો કરનાર એક વિરલ સંશોધક : અલ્‍પ સાધન, નાણા, ટેકનોલોજીથી જે કાર્ય તેમણે સંપન્ન કર્યુ તેની નોંધ લેવામાં આપણે ઉણા ઉભર્યા : પ્રવિણ કે. લહેરી : પી.પી. પંડયા વન મેન આર્કયોલોજી યુનિવર્સિટી હતા, તેમનો પરિચય પાઠય પુસ્‍તકોમાં સમાવિષ્‍ટ કરવો જોઇએઃ લલિત ખંભાયતા સોૈરાષ્‍ટ્રના પ્રાચીન સ્‍થાનોના ઇતિહાસના પોપડા ઉકેલવા અધુરા રહ્યા : કે.કા. શાષાી. અલ્‍પ આયુમાં એમણે ઘણી સિધ્‍ધિ પ્રાપ્‍ત કરેલી હતી.જે માટે તેઓ હંમેશા યાદ રહેશે : પ્રો.બી.બી.લાલ.

સૌરાષ્‍ટ્ર એ એક વિસ્‍તાર માત્ર નથી, સૌરાષ્‍ટ્ર ભવ્‍ય સંસ્‍કળતિ ધરાવતો પ્રદેશ છે. સૌરાષ્‍ટ્રની અલભ્‍ય પ્રાચીન સંસ્‍કળતિને વિશ્વની સંસ્‍કળતિમાં માનભર્યુ સ્‍થાન મળ્‍યુ છે. વિશ્વપ્રસિધ્‍ધ પુરાતત્‍વવિદોએ તેની સહર્ષ નોંધ લીધી છે, અન્‍ય દેશની યુનિવર્સિટીએ પણ સૌરાષ્‍ટ્રની પ્રાચીન સંસ્‍કળતિનો અભ્‍યાસ કરવાની ફરજ પડી છે. સૌરાષ્‍ટ્રમાં પ્રાગૈતિહાસીક, આધ્‍ય ઐતિહાસીક અને ઐતિહાસીક સમયના ર૦૦ ઉપરાંત સંશોધનો કરી પુરાતત્‍વ મહારત્‍ન, પુરાતત્‍વવિદ પી.પી.પંડયાએ સૌરાષ્‍ટ્રને રાષ્‍ટ્રના સાંસ્‍કળતિક ઇતિહાસમાં મહત્‍વનું સ્‍થાન અપાવી પુરાતત્‍વ ક્ષેત્રમાં વિશ્વનું ધ્‍યાન આકર્ષીત કર્યુ છે.

સૌરાષ્‍ટ્રમાં ૪પ૦૦ વર્ષ પ્રાચીન હરપ્‍પન સંસ્‍કળતિના કિલ્લેબંધ નગર રોજડી સહિત હરપ્‍પન સંસ્‍કળતિના ૬પ ટીંબાઓ, દોઢ હજાર વર્ષ પ્રાચીન ક્ષત્રપકાલીન ૧૧૦ વસાહતો, લધુપાષણ યુગના ઓજારો બનાવતા  માનવના ર૦ સ્‍થળો મૈત્રક કાલીન મંદિરો, ૧૮૦૦ વર્ષનો સૌરાષ્‍ટ્રના આદ્ય ઐતિહાસીક કાળથી ગુપ્તકાલ સુધીના સળંગ કડી ધરાવતો ઇતિહાસ પ્રભાસ પાટણમાં, ૧૮૦૦ વર્ષ પ્રાચીન ખંભાલીડાની બૌધ્‍ધગુફાઓ ફકત ૩૯ વર્ષના આયુષ્‍યમાં શોધનાર પુરાતત્‍વવિદ પી.પી. પંડયાની ૧ર ફેબ્રુઆરી પુણ્‍યતિથિ છે.. આ અનુસંધાને આજે તેમનુ સ્‍મરણ યોગ્‍ય ગણાશે.

સૌરાષ્‍ટ્રને વિશ્વફલક પર મુકનાર પુરાતત્‍વ મહારત્‍ન અંગે વિવિધ ક્ષેત્રના વિદ્વાન મહાનુભાવોએ આદર સાથે વ્‍યકત કર્યુ છે તે આજે યાદ કરીએ.

(૧) ‘‘પ્રિય પંડયા, લાંબા સમયથી અવગણાયેલ સૌરાષ્‍ટ્ર ક્ષેત્રમાં કામ કરવા માટે લાંબા સમય પછી અમને કોઇ  મળ્‍યુ છે, તમે ભારત સરકારના પુરાતત્‍વ વિભાગમાં જાઓ અને તમને આ રાજયમાં ના રાખે તો ગુજરાતના        કામને ઘણું સહન કરવું પડે. ''

- પદ્મભુષણ, પુરાતત્‍વવિદશ્રી એચ.ડી.સાંકળીયા      

(ર) ‘‘તમે શિરછત્ર ગુમાવ્‍યું, અમે એક સરલ હૃદયના આત્‍મીય ગુમાવ્‍યા. પણ ગુજરાતે એક આશાસ્‍પદ પુરાતત્‍વ- સંશોધકને ગુમાવ્‍યા, સૌરાષ્‍ટ્રના પ્રાચીન સ્‍થાનોના ઇતિહાસના પોપડા ઉકેલવા અધૂરા રહ્યા.''

-પદ્મશ્રી કે.કા.શાષાી

(૩)‘‘પી.પી.પંડયા ખૂબ પ્રખ્‍યાત પુરાતત્‍વવિદ હતા, અલ્‍પઆયુમાં એમણે ઘણી સિધ્‍ધિ પ્રાપ્ત કરી હતી. તેમના પુરાતત્‍વીય ઉત્‍ખનન સ્‍થળની મુલાકાત લેવાની ખુશી મે માંણી છે. એમની સિધ્‍ધિઓ માટે તેઓ હંમેશા યાદ    રહેશે.''

- પદ્મવિભૂષણ પ્રો. બી.બી.લાલ

પૂર્વ ડાયરેકટર જનરલ, ભારતીય પુરારક્ષણ સર્વેક્ષણ, ન્‍યુ દિલ્‍હી

(૪) ‘‘દુર્ભાગ્‍ય છે કે અવસાન થતા પી.પી.પંડયા પુરાતત્‍વવિદ તરીકે માત્ર ૭ વર્ષ જ કામ કરી શકયા. તેમના સંશોધનો ચિરંજીવ રહેશે. પુરાતત્‍વવિદોની આવનારી પેઢીને માર્ગદર્શન આપતા રહેશે. પુરાતત્‍વ કર્મયોગી   તરીકે તેઓ હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે. તેમણે ટૂંકા આયુષ્‍યમાં પુરાતત્‍વીય સંશોધનો કરી અવિસ્‍મરણીય યોગદાન આપ્‍યુ છે.''

-યદુવીરસિંહ રાવત, ડાયરેકટર જનરલ, ભારતીય પુરાતત્‍વ સર્વેક્ષણ, ન્‍યુ દિલ્‍હી.

(પ) ‘‘આદિમાનવના ઓજારો, હિન્‍દુ સભ્‍યતાના આદિ-અંત, સૌરાષ્‍ટ્રનો વિદેશ વ્‍યાપાર અને મૌર્યો, ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રકકાલીન અવશેષો વગેરે સૌરાષ્‍ટ્રની વિશાળ ને વિપુલ પુરાતત્‍વીક સમળધ્‍ધિનો વારસો આપણા હાથમાં        મૂકીને માત્ર ૩૯ વર્ષની વયે વિદાય લેનાર પી.પી.પંડયા સાચા અર્થમાં પુરાતત્‍વ સંશોધનના પુરુષ ઉત્તમ છે.૧૯પ૦ થી ૧૯૬૦ દસ વર્ષમાં સૌ વર્ષનું કામ પી..પી.પંડયાએ એકલે હાથે ધરી બતાવ્‍યુ.''

-નરોત્તમભાઇ પલાણ, પુરાતત્‍વવિદ, સાહિત્‍યકાર, પૂર્વ પ્રિન્‍સીપાલ

(૬) ‘‘સૌરાષ્‍ટ્ર-કચ્‍છના હજી અનેક સ્‍થાનો છે કે જેમાં આપણો પ્રાચીન ઇતિહાસ ઘરબાયેલો છે. પ્રતિક્ષા છે પી.પી.પંડયા જેવા સક્ષમ અને સમર્પિત સંશોધનકારની. તેમણે ખૂબ અલ્‍પ સાધન, નાણા, ટેકનોલોજીથી જે   કાર્ય સંપન્ન કર્યુ તેની નોંધ લેવામાં આપણે ઉણા ઉતર્યા છીએ. ગુજરાત સમગ્ર રીતે ૅહેરીટેજૅ માટે એક આદર્શ રાજય બની શકે. આનો પ્રારંભ શ્રી પી.પી.પંડયાની સ્‍મળતિને કાયમ કરવા માટે થોડા નિર્ણય લઇને આગળ વધી શકાય.''

- પ્રવીણભાઇ કે.લહેરી (IAS), પૂર્વ મુખ્‍ય સચિવ, ગુજરાત સરકાર

(૭) ‘‘દેશના ભાગલા પછી દેશમાં પ્રાચીન સ્‍થળોના સંશોધન-ઉત્‍ખનનના જે પ્રયાસો થયા તેમા પી.પી.પંડયાનું યોગદાન અગ્રસ્‍થાને મુકી શકાય તેવુ છે. તેઓ આપણા એવા ધરદીવડા છે કે જેમણે તેમના ખુન-પશીનાને એક કરી આપણી દટાયેલી-ખોવાયેલી અસ્‍મિતાને ઝળહળતા પ્રકાશમાં લાવવાનું કાર્ય કર્યુ છે. કોઇ એક વ્‍યકિત       અને તેનુ આવું મોટું સંશોધન એ કદાચ એક અદ્વિતીય ઘટના છે. એક પ્રદેશની આગવી ઓળખ ઉભી કરવાનું આ કઠોર તપ એળે નહી જાય તેમ ચોક્કસ કહી હકાય.''

- વી.એસ.ગઢવી (IAS) અભ્‍યાસુ કટાર લેખક.

(૮) ‘‘વિગતો વાંચ્‍યા પછી ખબર પડી કે ગુજરાતીમાં ઇન્‍ડિયાના જોન્‍સ જેવી અનેક ફિલ્‍મો બની શકે એવા      સંશોધનો પી.પી. પંડયા કરી ચૂકયા છે, વિટંબણાની વાત છે કે એવી ફિલ્‍મ આપણે ત્‍યા સુપરહિટ સાબીત થાય છે, પણ અસલી હીરો પી.પી.પંડયા વિશે લોકો સુધી જાણકારી પહોચી શકી નથી., પી.પી.પંડયા વન મેન આર્કિયોલોજી યુનિવસિર્ટી હતા, તેમનો પરિચય નવી પેઢી માટે ગુજરાતી પાઠય પુસ્‍તકોમાં સમાવિષ્ટ કરવો જોઇએ.''

- લલિતભાઇ બી.ખંભાયતા, વરિષ્ઠ પત્રકાર, લેખક,વકતા.

‘‘ મારુ એક માત્ર ધ્‍યેય છે કે-પヘમિ ભારતની સંસ્‍કળતિના વિશદ સંશોધન-પ્રકાશન પછી સિંધ, અફધાનિસ્‍તાન અને મધ્‍ય પૂર્વ (સુમેર પેલેસ્‍ટાન)ની સંસ્‍કળતિઓનું સંશોધન અને સમન્‍વય પ્રદીર્શિત કરવાનું . . . . હું પુરાતત્‍વને વરેલો છુ અને તે ક્ષેત્રમાં કાર્ય કરતા શહીદ થવા ઇચ્‍છુ છું''

-પુરાતત્‍વવિદ પી.પી.પંડયા (૬-ર-૧૯પ૬)(શતાબ્‍દી વંદના-પુરાતત્‍વ મહારત્‍ન શ્રી પી.પી.પંડયા પુસ્‍તકમાંથી)


 

પરેશ પંડયા

શ્રી જયાબહેન ફાઉન્‍ડેશન

https:// archaeologist-pp.com

મો. ૯૮૨૫૨ ૧૮૯૦૩

(10:59 AM IST)